હત્યા/ સિહોરના માલવણ ગામે વૃદ્ધ મહિલાની નિર્મમ હત્યા

ભાવનગર જિલ્લામાં છેલ્લા બે દિવસમાં બીજો હત્યાંનો બનાવ સામે આવ્યો હતો. ભાવનગર જિલ્લા સિહોર તાલુકાના સોનગઢ નજીક આવેલા માલવણ ગામે વૃદ્ધાની તેના જ ઘરે કોઈ અજાણ્યા ઈસમો દ્વારા હત્યાં કરાયાની ઘટના બની હોવાનું સામે આવ્યું.

Gujarat Others

@અલ્પેશ ડાભી, ભાવનગર 

ભાવનગર જિલ્લામાં છેલ્લા બે દિવસમાં બીજો હત્યાંનો બનાવ સામે આવ્યો હતો. ભાવનગર જિલ્લા સિહોર તાલુકાના સોનગઢ નજીક આવેલા માલવણ ગામે વૃદ્ધાની તેના જ ઘરે કોઈ અજાણ્યા ઈસમો દ્વારા હત્યાં કરાયાની ઘટના બની હોવાનું સામે આવ્યું. ભાવનગરના સિહોર તાલુકાના માલવણ ગામે રહેતા વસંતબા લીલુભા ગોહિલ નામના 75 વર્ષીય વૃદ્ધ મહિલાની તેના જ ઘરમાં પેટના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી નાખેલી લાશ મળી આવતા ચકચાર મચી છે. આ બનાવના પગલે સોનગઢ પોલીસ નો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને વૃદ્ધ મહિલાના મૃતદેહને પીએમ માટે સિહોરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. આ બનાવમાં હજુ હત્યા અંગે કોઈ સત્તાવાર જાણકારી મળવા પામી નથી. જ્યારે હાલ પોલીસ કાફલો સિહોર હોસ્પિટલે પણ પહોચ્યો છે. અને આ બનાવ અંગે કાગળ પરની કાર્યવાહી હાથ ધરી હતી.

 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…