Not Set/ બેકારીએ લીધો વધુ એકનો ભોગ, નવસારીમાં શિક્ષકનો આપઘાત

રાજ્યમાં સતત આપઘાતના કેસ વધી રહ્યા છે. એક તરફ કોરોના મહામારીને લીધે લોકોનો જીવ જઈ રહ્યો છે. તો બીજી બાજુ કોરોના લોકડાઉનના કારણે બેકાર બનેલા લોકો આપઘાત કરીને જીવન ટૂંકાવી રહ્યા છે. આવામાં વધુ એક આપઘાતનો કેસ નવસારીથી સામે આવ્યો છે. જ્યાં લોકડાઉનના કારણે બેકાર બનેલા એક શિક્ષકે આપઘાત કર્યો છે. આ મામલે મળતી માહિતી […]

Gujarat Others

રાજ્યમાં સતત આપઘાતના કેસ વધી રહ્યા છે. એક તરફ કોરોના મહામારીને લીધે લોકોનો જીવ જઈ રહ્યો છે. તો બીજી બાજુ કોરોના લોકડાઉનના કારણે બેકાર બનેલા લોકો આપઘાત કરીને જીવન ટૂંકાવી રહ્યા છે. આવામાં વધુ એક આપઘાતનો કેસ નવસારીથી સામે આવ્યો છે. જ્યાં લોકડાઉનના કારણે બેકાર બનેલા એક શિક્ષકે આપઘાત કર્યો છે.

આ મામલે મળતી માહિતી અનુસાર નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના મરોલી ગામે રહેતા શિક્ષકે આપઘાત કરી જીવન ટૂંકાવી લીધુ છે વિપુલ ટંડેલ નામના શિક્ષક સુરતની ખાનગી શાળામાં ફરજ બજાવતા હતા. પરિવારનો આક્ષેપ છે કે, નોકરી છૂટી જતાં શિક્ષક બેરોજગાર બન્યો હતો અને આ હતાશાના કારણે તેણે આ પગલું ભર્યું છે.

આપને જણાવી દઈએ કે કોરોના મહામારીને કારણે તમામ વ્યવસાય પર અસર પડી છે. સુરતમાં પણ કેટલાક રત્નકલાકારોએ ધંધો-રોજગાર બંધ થતાં આત્મહત્યા કરી હોવાના કિસ્સા સામે આવી ચૂક્યા છે. ત્યારે નોકરી છૂટી જતાં શિક્ષકે સૂસાઇડ કર્યું હોવાનો પરિવારનો આક્ષેપ છે. હાલ આ મામલે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.