Raid/ છોટાઉદેપુરના જોજવા ગામે દારૂના અડ્ડા પર જનતા રેડ, મહિલા બૂટલેગર ફરાર

ગુજરાતમાં દારૂબંધી હોવા છંતા પણ રાજ્યમાં દારૂ ખુલ્લેઆમ વેચાય છે,જેના લીધે છોટા ઉદેપુરમાં જનતાએ રેડ પાડતા પોલીસ તંત્ર ઉઘતું ઝડપાયું હતું

Top Stories Gujarat
  • છોટાઉદેપુર જોજવા ગામે દારૂના અડ્ડા પર જનતા રેડ
  • મહિલાઓ સહિત 50 જેટલા ગ્રામજનોએ કરી રેડ
  • બોડેલી પોલીસ ઘટના સ્થળે પહોંચી
  • એક વર્ષ અગાઉ પણ જનતા રેડ કરી હતી મહિલા
  • અગાઉ લોકોએ બુટલેગરને પોલીસને સોંપ્યા હતા
  • હાલ મહિલા બુટલેગર ફરાર
  • પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

ગુજરાતમાં દારૂબંધી હોવા છંતા પણ રાજ્યમાં દારૂ ખુલ્લેઆમ વેચાય છે,જેના લીધે છોટા ઉદેપુરમાં જનતાએ રેડ પાડતા પોલીસ તંત્ર ઉઘતું ઝડપાયું હતું. છોટાઉદેપુરના જોજવા ગામે દારૂના અડ્ડા પર જનતાએ રેડ પાડિ હતી. ગામની મહિલાઓ સાથે 50 સ્થાનિક રહિશો પણ આ રેડ પાડવામાં સામેલ થયા હતા. જેના અંતર્ગત બોડેલી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. એક વર્ષ પહેલા પણ મહિલાઓઅ રેડ પાડિ હતી. જેમાં પ્રજાએ બૂટલેગરને પકડીને પોલીસને સોંપ્યો હતો. આ દારૂનો અડ્ડો એક મહિલા બૂટલેગર ચલાવતી હતી. હાલ આ મહિલા બૂટલેગર ફરાર થઇ ગઇ છે. આ અંગે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, અને બૂટલેગરને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા.