Oscars 2024/ ઓસ્કાર 2024 નોમિનેશન લિસ્ટમાં કઈ ફિલ્મો,ક્યાં સેલેબ્સના નામ, ભારત સાથે શું છે કનેક્શન?

મનોરંજન જગતનો સૌથી મોટો એવોર્ડ સમારોહ ઓસ્કાર એવોર્ડ શરૂ થવા જઈ રહ્યો છે.

Top Stories Breaking News Entertainment

મનોરંજન જગતનો સૌથી મોટો એવોર્ડ સમારોહ ઓસ્કાર એવોર્ડ શરૂ થવા જઈ રહ્યો છે. 96માં એકેડેમી એવોર્ડ્સ લોસ એન્જલસના ડોલ્બી થિયેટરમાં યોજાશે. જે 11 માર્ચે સવારે 4 વાગ્યાથી ભારતમાં લાઈવ જોઈ શકાશે. દર વખતની જેમ આ વખતે પણ ઓસ્કાર એવોર્ડની રેસમાં ઘણી મોટી ફિલ્મોના નામ સામેલ છે. તો ચાલો જોઈએ ઓસ્કાર નોમિનેશન લિસ્ટ, જેમાંથી એક ફિલ્મને ઓસ્કાર એવોર્ડથી નવાજવામાં આવશે.

બેસ્ટ ફિલ્મના નોમિનેશન્સ 

96મા ઓસ્કાર એવોર્ડની બેસ્ટ ફિલ્મ કેટેગરીમાં ટોચની 10 ફિલ્મોનો સમાવેશ થાય છે. આ યાદીમાં અમેરિકન ફિકશન, એનાટોમી ઓફ અ ફોલ, બાર્બી, ધ હોલ્ડઓવર્સ, કિલર્સ ઓફ ધ ફ્લાવર મૂન, મેસ્ટ્રો, ઓપેનહીમર, પાસ્ટ લાઈવ, પુઅર થિંગ્સ, ધ ઝોન ઓફ ઈન્ટરેસ્ટને શ્રેષ્ઠ ફિલ્મ માટે નોમિનેટ કરવામાં આવી છે.

 

View this post on Instagram

 

A post shared by The Academy (@theacademy)

બેસ્ટ એક્ટરના નોમિનેશન્સ 

ઓસ્કાર 2024માં મુખ્ય ભૂમિકા માટે ટોચના 5 કલાકારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. આ યાદીમાં બ્રેડલી કપૂર (માસ્ટ્રો), કોલમેન ડોમિંગો (રસ્ટિન), પૌલ ગિયામાટી (ધ હોલ્ડવર્સ), સિલિયન મર્ફી (ઓપનહેઇમર) અને જેફરી રાઈટ (અમેરિકન ફિક્શન) નોમિનેટ થયા છે.

બેસ્ટ એક્ટ્રેસના નોમિનેશન્સ 

ઓસ્કારમાં મુખ્ય ભૂમિકામાં શ્રેષ્ઠ અભિનેત્રી માટે એન્નેટ બેનિંગ (ન્યાડ), લીલી ગ્લેડસ્ટોન (કિલર્સ ઓફ ધ ફ્લાવર મૂન), સેન્ડ્રા હુલર (એનાટોમી ઓફ અ ફોલ), કેરી મુલ્ગીન (માસ્ટ્રો) અને એમ્મા સ્ટોરર (પૂર થિંગ્સ) ટોપ 5માં 2024 નોમિનેટ કરવામાં આવ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by ABC (@abcnetwork)

બેસ્ટ ડાયરેક્ટના નોમિનેશન્સ 

બેસ્ટ ડાયરેક્ટ માટે એકેડેમી પુરસ્કારોની નોમિનેશન લિસ્ટમાં જસ્ટિન ટ્રિટ (એનાટોમી ઓફ અ ફોલ), માર્ટિન સ્કોર્સીસ (કિલર્સ ઓફ ધ ફ્લાવર મૂન), ક્રિસ્ટોફર નોલાન (ઓપેનહેઇમર), યોર્ગોસ લેન્થિમોસ (પુઅર થિંગ્સ) અને જોનાથન ગ્લેઝર (ધ ઝોન ઓફ ઈન્ટરેસ્ટ)નો સમાવેશ થાય છે. નામ સામેલ છે.

આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મ કેટેગરી

લો કેપિટાનો (ઈટલી), પરફેક્ટ ડે (જાપાન), સોસાયટી ઓફ ધ સ્નો (સ્પેન), ધ ટીચર્સ લાઉન્જ (જર્મની), ધ જોન ઓફ ઈન્ટરેસ્ટ (યુનાઈટેડ કિંગડમ) ઓસ્કાર 2024માં ઈન્ટરનેશનલ ફીચર ફિલ્મ કેટેગરીમાં નોમિનેટ થયા છે.

 

શું ભારતને મળશે ઓસ્કાર?

ઓસ્કાર 2023માં ભારતને મોટી સફળતા મળી હતી. ફિલ્મ RRR ના ગીતો નાટુ નાટુ (શ્રેષ્ઠ સંગીત મૂળ ગીત) અને ધ એલિફન્ટ વ્હીસ્પર્સ (ડોક્યુમેન્ટરી શોર્ટ ફિલ્મ) ને ઓસ્કાર મળ્યો. પરંતુ આ વખતે કોઈ ભારતીય ફિલ્મને ઓસ્કાર માટે નોમિનેટ કરવામાં આવી નથી. જોકે, ભારતીય મૂળની કેનેડિયન ફિલ્મ નિર્માતા નિશા પાહુજાની ડોક્યુમેન્ટરી ટુ કીલ અ ટાઈગરને ડોક્યુમેન્ટરી ફીચર ફિલ્મ કેટેગરીમાં નોમિનેટ કરવામાં આવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રાજસ્થાનમાં આવતીકાલે સવારથી 48 કલાક બંધ રહેશે પેટ્રોલ પંપ, જાણો કેમ થઈ રહી છે હડતાળ

આ પણ વાંચો:NDA માં ચંદ્રબાબુ નાયડુની ફરીથી એન્ટ્રી, આંધ્રપ્રદેશમાં ડીલ થઈ ફાઇનલ, જાણો શું છે ફોર્મુલા?

આ પણ વાંચો:TMCના લોકોને ભત્રીજાની અને કોંગ્રેસને દીકરા-દીકરની ચિંતા, PM નરેન્દ્ર મોદીનો પરિવારવાદ પર પ્રહાર

આ પણ વાંચો:ગૃહમંત્રી અમિત શાહે લાલુ યાદવને આપી ચેતવણી, કહ્યું- જમીન પર અતિક્રમણ કરનારાની ખેર નહીં