Ahmedabad new/ ખાખીનો રૌફ કે ગુંડાગીરી? ‘નીકળ લુખ્ખા, અહીં મારું જ ચાલશે’, બોપલ પીએસઆઈના શબ્દો સાંભળી તમે પણ ચોંકી જશો

Ahmedabadના બોપલ પોલીસ સ્ટેશનના PSI જયેશ કાલોતરાએ ફરિયાદ કરવા આવેલા યુવક સાથે ગેરવર્તન કર્યું. ‘લુખ્ખો’ કહીને ધમકાવતા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

Top Stories Ahmedabad Gujarat
Ahmedabad Bopal Police Station PSI Misbehavior:

Ahmedabad Bopal Police Station PSI Misbehavior: ‘જનસેવા હી પ્રભુસેવા’નું સૂત્ર ધરાવતી ગુજરાત પોલીસના એક અધિકારીએ અમદાવાદમાં ખાખીની આબરૂના ધજાગરા ઉડાવ્યા છે. બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા ગયેલા એક કંપનીના માલિક અને તેના મિત્રો સાથે પીએસઆઈ (PSI) જયેશ કાલોતરાએ અત્યંત તોછડું અને અસભ્ય વર્તન કર્યું હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. યુવકને પગમાં તકલીફ હોવાથી પોતાની જ ગાડી પર બેસવા જેવી સામાન્ય બાબતે PSIએ તેને ‘લુખ્ખો’ કહી જેલમાં પૂરી દેવાની ધમકી આપી હતી.

પગની સર્જરી છતાં માનવતા ન દાખવી

સમગ્ર ઘટનાની વિગત મુજબ, નિકોલ વિસ્તારમાં રહેતા આશિષ કોસ્ટી નામના યુવક, જે પોતે એક કંપનીના માલિક છે, તે પોતાના મિત્રની ફરિયાદ કરવા બોપલ પોલીસ સ્ટેશન ગયા હતા. આશિષભાઈનું તાજેતરમાં જ ‘હિપ રિપ્લેસમેન્ટ’ (થાપાનું ઓપરેશન) થયું હોવાથી તેઓ લાંબો સમય ઊભા રહી શકતા નહોતા. જ્યારે પોલીસ સ્ટેશનના સ્ટાફે તેમને બહાર રાહ જોવાનું કહ્યું, ત્યારે આશિષભાઈ પોતાની જ કારના બોનેટ પર બેઠા હતા.

Ahmedabad Bopal Police Station PSI Misbehavior:

કંપની માલિકે વ્યક્ત કરી વેદના

ભોગ બનનાર આશિષ કોસ્ટીએ જણાવ્યું કે, “હું પોતે કંપની માલિક છું અને 15-20 લોકો મારી નીચે કામ કરે છે. અમે કોઈ ગુનેગાર નથી કે અમારી સાથે આવું વર્તન કરવામાં આવે. જ્યારે PSI સાહેબ મારપીટ કરવાના ઈરાદે નજીક આવ્યા, ત્યારે મારે સુરક્ષા માટે વીડિયો ઉતારવો પડ્યો હતો.”

Ahmedabad ગ્રામ્ય SP એ પણ પોલીસનો બચાવ કર્યો?

આ આખી ઘટના અંગે આશિષભાઈએ અમદાવાદ ગ્રામ્ય એસપી (SP) ઓમ પ્રકાશ જાટને લેખિતમાં ફરિયાદ કરી છે. જોકે, આ મામલે એસપીએ PSIનો બચાવ કરતા હોય તેમ જણાવ્યું હતું કે, પોલીસ સ્ટેશનમાં આ રીતે ગાડી પર ન બેસવું જોઈએ. હવે સવાલ એ ઉઠે છે કે શું શારીરિક અક્ષમતા ધરાવતા નાગરિક સાથે ‘લુખ્ખા’ જેવા શબ્દોનો ઉપયોગ કરવો એ પોલીસની નવી કાર્યશૈલી છે?


આ પણ વાંચો: અમદાવાદમાં 3 લાખ લોકો પાસે ડબલ ગેસ કનેક્શન, સિલિન્ડરના કાળાબજારનો પર્દાફાશ

આ પણ વાંચો: ઈદના પવિત્ર દિવસે જ વિરોધનો સૂર! અમદાવાદમાં UCC સામે AIMIM ના ઉગ્ર દેખાવો, કાર્યકર્તાઓની અટકાયત

આ પણ વાંચો: અમદાવાદમાં ફાયર મેનની દીકરી સાથે દુષ્કર્મ કરનારો ઝડપાયો