Ahmedabad News/ ઈદના પવિત્ર દિવસે જ વિરોધનો સૂર! અમદાવાદમાં UCC સામે AIMIM ના ઉગ્ર દેખાવો, કાર્યકર્તાઓની અટકાયત

અમદાવાદ (Ahmedabad) ની જુમ્મા મસ્જિદ બહાર AIMIM એ UCC બિલનો વિરોધ કર્યો છે. પ્રદર્શનકારીઓએ તેને લિવ-ઈનને પ્રોત્સાહન આપતો કાયદો ગણાવ્યો છે.

Gujarat Top Stories Ahmedabad
Ahmedabad UCC Protest AIMIM

AIMIM Protest Against UCC in Ahmedabad: ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા (UCC) બિલને લઈને રાજકીય ગરમાવો તેજ થયો છે. આજે રમઝાન ઈદના પવિત્ર તહેવાર નિમિત્તે અમદાવાદની ઐતિહાસિક જુમ્મા મસ્જિદ બહાર AIMIM (ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન) ના કાર્યકર્તાઓ દ્વારા UCC બિલના વિરોધમાં ઉગ્ર પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પ્રદર્શનકારીઓએ આ બિલને દેશની સંસ્કૃતિ અને શરિયતની વિરુદ્ધ ગણાવી તેને તાત્કાલિક રદ કરવાની માંગ કરી હતી.

Ahmedabad UCC Protest AIMIM

Ahmedabadમાં ‘UCC હટાવો, દેશ બચાવો’ના નારા

જુમ્મા મસ્જિદ પાસે મોટી સંખ્યામાં એકઠા થયેલા AIMIM કાર્યકર્તાઓએ ‘UCC રદ કરો’ અને ‘UCC હટાવો દેશ બચાવો’ જેવા લખાણવાળા બેનરો પ્રદર્શિત કર્યા હતા. વિરોધ કરી રહેલા એક કાર્યકર્તાએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું કે, આ બિલ લિવ-ઈન રિલેશનશિપને પ્રોત્સાહન આપે છે, જે ભારતીય સંસ્કારોની વિરુદ્ધ છે.

Ahmedabad UCC Protest AIMIM

પોલીસે કરી અટકાયત

આ વિરોધ પ્રદર્શન પોલીસની પૂર્વ પરવાનગી વિના કરવામાં આવ્યું હતું. ઈદના તહેવારને ધ્યાનમાં રાખીને તૈનાત રહેલી પોલીસે તાત્કાલિક હસ્તક્ષેપ કર્યો હતો અને સૂત્રોચ્ચાર કરી રહેલા તમામ દેખાવકારોની અટકાયત કરી હતી. પ્રદર્શનમાં જોડાયેલી મહિલાઓએ પણ સરકાર સામે રોષ વ્યક્ત કરતા કહ્યું હતું કે, “અમે ગુજરાતમાં રહીએ છીએ અને અહીં આ બિલનો વિરોધ ચાલુ રાખીશું.”

ગુજરાત UCC બિલમાં શું છે ખાસ જોગવાઈઓ?

18 માર્ચે કેબિનેટમાં ચર્ચા બાદ હવે આ બિલ ટૂંક સમયમાં વિધાનસભામાં રજૂ થવાનું છે. આ બિલની જોગવાઈ મુજબ દરેક લગ્નની નોંધણી કરાવવી અનિવાર્ય રહેશે અને નોંધણી ન કરાવનારને 10 થી 25 હજાર રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. આ ઉપરાંત, સમાન વારસાઈ હક હેઠળ જો કોઈ વ્યક્તિનું વસિયત કર્યા વિના મૃત્યુ થાય તો તેની મિલકતની વહેંચણી માતા-પિતા, પતિ કે પત્ની અને બાળકો વચ્ચે સમાન હિસ્સે થશે. આ બિલ થકી વ્યક્તિગત કાયદાઓને વધુ સમાન અને પારદર્શક બનાવવાનો દાવો સરકાર દ્વારા કરવામાં આવ્યો છે.

ગુજરાત સરકાર આ બિલ દ્વારા લગ્ન, છૂટાછેડા અને વારસાઈ કાયદાઓમાં એકરૂપતા લાવવા માંગે છે, જેનો વિપક્ષ અને ધાર્મિક સંગઠનો વિરોધ કરી રહ્યા છે.


આ પણ વાંચો: ગુજરાતમાં UCC બિલને કેબિનેટની મંજૂરી, લિવ-ઇન રિલેશનશિપમાં નોંધણી હવે ફરજિયાત

આ પણ વાંચો: રાજ્યમાં UCC લાગુ કરવાની દિશામાં મહત્વનું પગલું, સમિતિએ સીએમને આપ્યો ફાઇનલ રિપોર્ટ

આ પણ વાંચો: ગુજરાત હાઈકોર્ટે UCC સમિતિની રચના સામેની અરજી ફગાવી, લઘુમતી પ્રતિનિધિત્વનો મુદ્દો