ઓસ્ટ્રિયાની સરકારે 60 ઈમામ અને એમના પરિવારોને દેશવટો આપવાનો નિર્ણય કર્યો છે. સાથે જ વિદેશથી દાન લેવા વાળી 7 મસ્જિદોને બંધ કરી દેવામાં આવશે. ઓસ્ટ્રિયાએ ઇસ્લામના રાજનૈતીકરણ અને મસ્જિદોને મળતા વિદેશી ફંડિંગ પર રોક લગાવવાનો ફેસલો કર્યો છે. ઓસ્ટ્રિયાના ચાન્સેલર સબેસ્ટીયન કુર્જે કહ્યું કે સરકાર વિયેનામાં આવેલી એક કટ્ટરવાદી તુર્કી રાષ્ટ્રવાદી મસ્જિદને બંધ કરવામાં આવી રહી છે. ઉપરાંત અરબ ધાર્મિક સંગઠન સાથે જોડાયેલી 6 મસ્જિદોને પણ બંધ કરવામાં આવશે. કુર્જના જણાવ્યા મુજબ સરકારે ધાર્મિક મામલાઓની તપાસના પરિણામના આધાર પર આ ફેસલો લીધો છે.
ઓસ્ટ્રીયામાં 2015માં લાગુ કરવામાં આવેલા એક કાયદા મુજબ કોઈઓ પણ ધાર્મિક સંગઠન વિદેશી ફંડિંગ નથી લઇ શકતું. ઓસ્ટ્રિયાના ગૃહમંત્રી હર્બર્ટ કીકલે જણાવ્યું કે તુર્કી-ઇસ્લામિક સંસ્કૃતિક સંગઠનના 60 ઈમામના ઘરે હોમ પરમીટની તપાસ કરવામાં આવી રહી છે. કીકલે દાવો કર્યો કે બે મામલામાં પરમીટ ખતમ કરવામાં આવી છે, જયારે પાંચ અન્યને પરમીટ આપવાની મનાઈ કરવામાં આવી છે.
![]()
એપ્રિલ 2018માં સામે આવેલી કેટલીક તસવીરોમાં તુર્કી સંબંધિત મસ્જીદોમાં બાળકોને પહેલા વિશ્વ યુદ્ધનું નાટક કરતા દેખાડવામાં આવ્યા હતા. પ્રથમ વિશ્વ યુદ્ધમાં લાખો તુર્કીઓ માર્યા ગયા હતા. તસવીરોમાં બાળકોને તુર્કીનો ઝંડો ઓઢેલા અને સેલ્યુટ કરતા દેખાડવામાં આવ્યા હતા. કુર્જે આને ઇસ્લામિક રાજનીતિકરણ બતાવતા કહ્યું કે ઓસ્ટ્રિયામાં કટ્ટરતા માટે કોઈ જગ્યા નથી.
ગયા વર્ષે થયેલી ચુંટણીઓમાં કુર્જ અને એમની સહયોગી પાર્ટીએ ઈમિગ્રેશન નીતિઓને કડક કરવા અને ધાર્મિક કટ્ટરતા ખતમ કરવાની વાત કરી હતી. હાલમાં ઓસ્ટ્રિયાની સરકારે એલાન કર્યું હતું કે સ્કુલમાં ભણતી છોકરીઓને ચહેરો ઢાંકવા પર રોક લગાવવામાં આવશે.
