હાલ ગુજરાત રાજ્યમાં શિયાળાની શરૂઆત થઇ ચૂકી છે. જેને પગલે અમદાવાદમાં દિવસેને દિવસે વાયુ પ્રદૂષણ વધી રહ્યું છે.જેથી અમદાવાદીઓને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી છે. તેમજ શહેરમાં ઓવરઓલ હવાની ગુણવત્તા 278 એટલે કે ખરાબ છે.
આખા શહેરનો કચરો જ્યાં ઠલવાય છે તે પિરાણામાં હવાની ગુણવત્તા સૌથી ખરાબ છે, ત્યાં PM2.5 વધીને 351 થઈ ગયું હતું. આ સિવાય બોપલ (289), ચાંદખેડા(323), એરપોર્ટ (304), રખિયાલ (275), ગિફ્ટ સિટી (205), રાયખડ (330)માં હવાની ગુણવત્તા ઊતરતી છે.
એર ક્વોલિટી ઈન્ડેક્સ મુજબ જો હવા ગુણવત્તાનો સ્કોર 0-100 વચ્ચે આવે તો સારી ગણાય, 101થી 200 વચ્ચે સાધારણ અને 201થી 300 વચ્ચે ખરાબ કહેવાય છે. જો 301થી 400 વચ્ચે હોય તો ખૂબ જ ખરાબ કહેવાય અને 401થી 500 વચ્ચે હોય તો તે અત્યંત ખરાબ કહેવાય છે.
રોજ મોટા પ્રમાણમાં વૃક્ષો કપાઇ રહ્યા છે અને વાહનોની સંખ્યા વધતી જાય છે. જો AMC બધા જ નિયમોનું પાલન નહીં કરે તો ટૂંક જ સમયમાં અમદાવાદ દિલ્હી બની જશે.
