jaipur news/ જયપુરનામા કેમિકલ ટેન્કર બ્લાસ્ટને કારણે તબાહી! 30થી વધુ ઘાયલ, 20 વાહનો બળીને ખાખ 

જયપુરના અજમેર રોડ પર શુક્રવારે (20 ડિસેમ્બર 2024) સવારે એક મોટો અકસ્માત થયો હતો. દિલ્હી પબ્લિક સ્કૂલ (DPS) નજીક એક કેમિકલ ટેન્કરમાં જોરદાર બ્લાસ્ટ થતાં આગ લાગી હતી

Top Stories India

Jaipur News: જયપુરના અજમેર રોડ પર શુક્રવારે (20 ડિસેમ્બર 2024) સવારે એક મોટો અકસ્માત થયો હતો. દિલ્હી પબ્લિક સ્કૂલ (DPS) નજીક એક કેમિકલ ટેન્કરમાં જોરદાર બ્લાસ્ટ થતાં આગ લાગી હતી, જેમાં 20 થી વધુ વાહનોનો નાશ થયો હતો. આ દુર્ઘટનામાં 30થી વધુ લોકો દાઝી ગયા હતા, જેમાંથી કેટલાકની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. ઘાયલોને સવાઈ માનસિંહ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આ અકસ્માત જયપુર-અજમેર હાઈવે પર સવારે લગભગ 6 વાગ્યે થયો હતો. આ અકસ્માતમાં એક પેટ્રોલ પંપ અને પાઇપ ફેક્ટરીને પણ નુકસાન થયું હતું. ધડાકો એટલો જોરદાર હતો કે જ્વાળાઓ કેટલાય કિલોમીટર દૂર સુધી દેખાતી હતી. હાઈવેની આસપાસના વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા છવાઈ ગયા હતા અને લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો.

ફાયરની 20 ગાડીઓ સ્થળ પર

બ્લાસ્ટની જાણ થતાં જ પોલીસ, ફાયર વિભાગ અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. 20 જેટલી ફાયર એન્જિનોએ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે કેમિકલ ગેસ ફેલાતા બચાવ કામગીરીમાં અડચણ આવી રહી છે.

અકસ્માતનું કારણ અને નુકસાન

સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર ટેન્કરમાં ટેકનિકલ ખામીના કારણે આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં હાઇવેની બાજુમાં આવેલી પાઇપ ફેક્ટરી સંપૂર્ણપણે બળીને રાખ થઇ ગઇ હતી. હાઈવે પરનો વાહનવ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે અને મુસાફરોને અન્ય માર્ગો પર જવાની સલાહ આપવામાં આવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:જયપુર એરોપર્ટ પરથી પ્રાઈવેટ પાર્ટમાં 1 કિલો સોનુ છુપાવીને લાવનારો યુવક ઝડપાયો

આ પણ વાંચો:જયપુરની શાળામાં આરામ ફરમાવતી દેખાઈ શિક્ષિકા,વિદ્યાર્થીઓ કરી રહ્યા હતા  તેના પગની “માલિશ” પછી…

આ પણ વાંચો:જયપુરમાં ડેમ તૂટવાથી કબ્રસ્તાન ડૂબ્યું, કબરોમાંથી વહેવા લાગ્યા મૃતદેહો