Montenegro (Europe): બુધવારે મોન્ટેનેગ્રિન શહેરમાં (Montenegro) સેટિન્જેમાં થયેલા ગોળીબારમાં દસ લોકો માર્યા (Shooting) ગયા હતા, જેમાં બે બાળકોનો પણ સમાવેશ થાય છે. ફાયરિંગ કરીને આરોપી ફરાર થઈ ગયો હતો. પોલીસે રાજધાની પોડગોરિકાથી (Podgorica) લગભગ 30 કિલોમીટર દૂર (Cetinje)માં સશસ્ત્ર શૂટરને શોધવા માટે વિશેષ ટીમો રવાના કરી છે. પોલીસે ગોળીબાર કરનારની ઓળખ તેના નામના AM દ્વારા જ કરી હતી અને કહ્યું હતું કે તે 45 વર્ષનો છે. પોલીસે અન્ય કોઈ વિગતો આપી નથી.

પોલીસે ગુનાહિત ટોળકી વચ્ચે સંઘર્ષની શક્યતાને ફગાવી દીધી છે, રહેવાસીઓને શાંત રહેવા અને ઘરની અંદર રહેવાની અપીલ કરી છે અને કહ્યું છે કે તેઓ હુમલાખોરને ઝડપવા માટે બધું જ કરશે.
સ્થાનિક અખબાર મુજબ, ગોળીબાર એક બારમાં વિવાદ બાદ થયો હતો. પોલીસે જણાવ્યું હતું કે ઓછામાં ઓછા સાત લોકો માર્યા ગયા હતા અને ગોળીબાર બારમાં થયેલી બોલાચાલીને પગલે થયો હતો.

મોન્ટેનેગ્રીનના વડા પ્રધાન મિલોસ્કો સ્પાજિક (Milojko Spajić) હોસ્પિટલમાં ગયા જ્યાં ઘાયલોની સારવાર કરવામાં આવી રહી હતી અને ત્રણ દિવસનો શોક જાહેર કર્યો હતો. તેણે એ પણ જણાવ્યું નથી કે કેટલા લોકો માર્યા ગયા છે. સ્પાજિકે કહ્યું કે આ એક ભયાનક દુર્ઘટના છે જેણે આપણા બધાને અસર કરી છે. પોલીસની તમામ ટીમો કામે લાગી છે.
આ પણ વાંચો:કેલિફોર્નિયાની શાળામાં ગોળીબારમાં બે વિદ્યાર્થીઓ ઘાયલ, બંદૂકધારીનું મોત
આ પણ વાંચો:ડોનાલ્ડ ટ્રમ્પના ફ્લોરિડા ગોલ્ફ ક્લબની બહાર ગોળીબારથી હુમલો, FBI તપાસમાં
આ પણ વાંચો:અલાબામામાં અંધાધૂંધ ગોળીબારમાં 4નાં મોત, ડઝનેક ઘાયલ
