Birmingham News: બર્મિંગહામ (Birmingham), અલાબામામાં (Alabama) અંધાધૂંધ ગોળીબારમાં (Firing) ચાર લોકોના મોત થયા છે અને 12 જેટલા લોકો ઘાયલ થયા છે. મૃતકોની હાલ ઓળખ થઈ નથી.

બર્મિંગહામ પોલીસના મતે, ફાઈવ પોઈન્ટ સાઉથમાં શનિવારે રાત્રે સામૂહિક ગોળીબારમાં ચાર લોકોના મોત થયા હતા. રાત્રે 11 વાગ્યા પછી પોલીસને મેગ્નોલિયા એવન્યુના 2000 બ્લોકમાં ગોળીબારનો કોલ મળ્યો હતો. પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા ત્યારે બે પુરુષો અને એક મહિલાને ફૂટપાથ પર નિર્જીવ અવસ્થામાં જોયા હતા. વિદેશી મીડિયાના અહેવાલ મુજબ આઠ ઘાયલોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જેમાંથી ચારને ગંભીર ઈજાઓ પહોંચી છે.

પોલીસનું હાલ માનવું છે કે કેટલાક શૂટરોએ ફૂટપાથ પર મેગ્નોલિયા એવ્યુના રસ્તા પર લોકોના જૂથ પર ઘણી ગોળીઓ ચલાવી હતી. શૂટરોએ તેમની બંદૂકો પગથી કે કારમાંથી ગોળીબાર કર્યો હતો તેની પુષ્ટિ કરવા માટે તપાસકર્તાઓ હજુ પણ કામ કરી રહ્યા છે. ગોળીબાર કરનાર ફરાર થઈ ગયા છે.
આ પણ વાંચો:ડોનાલ્ડ ટ્રમ્પના ફ્લોરિડા ગોલ્ફ ક્લબની બહાર ગોળીબારથી હુમલો, FBI તપાસમાં
આ પણ વાંચો:અમેરિકામાં ફરી ગોળીબાર, 3 લોકોના મોત
આ પણ વાંચો:ભારત-પાક બોર્ડર પર BSFની મોટી કાર્યવાહી, ગોળીબાર કરીને 60 કરોડનું હેરોઈન કર્યું જપ્ત
