Not Set/ રાજકોટના અંધાપા કાંડ મામલે બે ડોક્ટરો સામે FIR દાખલ

  રાજકોટ રાજકોટમાં બે વર્ષ પહેલા હાહાકાર મચાવનાર અંધાપા કાંડ મામલે 2 ડોક્ટર અને ૩ કર્મચારિયો પર ગુનો દાખલ કરવામાં આવ્યો છે.રાજકોટમાં અંધાપા કાંડ મામલે ડો. હેતલ બખાઈ, ડો. માધવી આર. પંડ્યા, નર્સિંગ સ્ટાફ માંથી એલીઝાબેન, સંગીતા થદાણી તથા આયા કોકિલાબેન સામે બે વર્ષ બાદ પોલિસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. રાજકોટના જંકશન પ્લોટ વિસ્તારમાં આવેલી સાધુ […]

Top Stories

 

રાજકોટ

રાજકોટમાં બે વર્ષ પહેલા હાહાકાર મચાવનાર અંધાપા કાંડ મામલે 2 ડોક્ટર અને ૩ કર્મચારિયો પર ગુનો દાખલ કરવામાં આવ્યો છે.રાજકોટમાં અંધાપા કાંડ મામલે ડો. હેતલ બખાઈ, ડો. માધવી આર. પંડ્યા, નર્સિંગ સ્ટાફ માંથી એલીઝાબેન, સંગીતા થદાણી તથા આયા કોકિલાબેન સામે બે વર્ષ બાદ પોલિસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

રાજકોટના જંકશન પ્લોટ વિસ્તારમાં આવેલી સાધુ વાસવાની હોસ્પિટલમાં 21 ડિસેમ્બર 2015 ના રોજ એક આરોગ્ય કેમ્પ યોજાયો હતો, જે હેઠળ દર્દીઓના મોતિયાના ઓપેરશન હાથ ધરાયા હતા. આ મેડીકલ કેમ્પમાં ૨૫ દર્દીઓને મોતિયાના ઓપરેશન કરવામાં આવ્યાં હતાં, જેમાથી 12 દર્દીને ઓપરેશન બાદ આખો માં સમસ્યા સર્જાઈ હતી. 12 માંથી 7 દર્દીઓ ને એક આંખ માં સંપૂર્ણ તથા અંશત: અંધાપો આવતા હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી હતી. અંતે દર્દીઓ ની બે વર્ષની લાંબી લડત બાદ હોસ્પિટલના ડોક્ટર્સ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે.

આ ઘટનાને લીધે તે સમયે રાજકોટમાં ખુબ જ ખળભળાટ સર્જાયો હતો. દર્દીઓ તબીબોના ભરોસે પોતાનુ જીવન છોડીને સારવાર કરાવતા હોય છે. તેમાંય આંખ જેવા સંવેદનશીલ અવયવની સારવારમાં દાખવવામાં આવેલી બેદરકારી સામે પ્રજામાં ૫ણ ભારે રોષની લાગણી પ્રસરી ગઇ હતી.

જો કે આટલો મોટો કાંડ થયો હોવા છતાં તંત્ર દ્વારા જવાબદારોને બચાવવાના પ્રયાસો કરાઇ રહ્યા હતાં. ૫રંતુ આખરે બે તબીબ સહિત આ ઘટના માટે જવાબદાર તમામ સામે પોલીસે ગુન્હો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસની આ કાર્યવાહીના ૫ગલે રાજકોટની આ કરૂણ ઘટના ફરી ચર્ચાસ્પદ બની છે. આ ભોગ બનેલા દર્દી રજાકભાઈ ઈબ્રાહીમભાઈ ઉઠીજા(43) કે જે એક રિક્ષચાલક છે અને એકતાબેનની ફરિયાદના આધારે પ્રધ્યમુન નગર પોલિસ સ્ટેશનમાં આરોપીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આરોપીયો વિરુદ્ધ આઈપીસી ની કલમ ૩૩૭,૩૩૮,૧૧૪ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.