જમ્મુ,
જમ્મુ-કાશ્મીરમાં મહેબૂબા સરકાર પડી ભાંગ્યા બાદ ભાજપ અધ્યક્ષ અમિત શાહ શનિવારે જમ્મુ-કાશ્મીર પહોંચી ગયા છે. અમિત શાહ જનસંઘના સ્થાપક ડો. શ્યામાપ્રસાદ મુખર્જીની પુણ્યતિથી પર જમ્મુમાં મોટી રેલી કરવા જઈ રહ્યા છે. આ રેલી સાંજે પાંચ વાગે થશે. ભાજપ જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 જેવા કોર મુદ્દાઓને લઈને 2019 લોકસભા ચુંટણીનો શંખનાદ કરી શકે છે. જેને લઈને ભાજપના કાર્યકર્તાઓ પણ ખુબ જોશમાં છે.
#JammuAndKashmir: BJP President Amit Shah arrives in Jammu, he will address a rally here later today. pic.twitter.com/4xvz6mKeDT
— ANI (@ANI) June 23, 2018
આ મૌકા પર અમિત શાહ આવતા વર્ષે થવાવાળી લોકસભા ચુંટણીની તૈયારીઓની તપાસ કરશે. આ સાથે જ બ્રાહ્મણ સભા પરેડ રોડ સામે એક વિશાળ જનસભાનું આયોજન થશે, જેનું શાહ સંબોધન કરશે. અમિત શાહ ચુંટણી સાથે જોડાયેલા મુદ્દાઓ પર ચર્ચા માટે પાર્ટીની ચુંટણી સમિતિની બેઠકની અધ્યક્ષતા કરશે.

ભાજપ દ્વારા પીડીપી સાથેની ગઠબંધન સરકારમાંથી સમર્થન પાછુ ખેંચી લીધા બાદ શાહ પહેલી વાર જમ્મુ-કાશ્મીરના પ્રવાસે છે. રાજ્યમાં હાલ રાજ્યપાલ શાસન લાગુ છે. આ પ્રવાસને લઈને ભાજપ કાર્યકર્તાઓમાં ઉત્સાહ છે સાથે જ આ પ્રવાસના ટાઈમિંગને લઈને સવાલ ઉભા થઇ રહ્યા છે. કારણ કે અમિત શાહનો આ પ્રવાસ ભાજપના સંસ્થાપક શ્યામા પ્રસાદ મુખર્જીની પુણ્યતિથીના દિવસે છે. ડો. શ્યામા પ્રસાદે જમ્મુ-કાશ્મીરને ભારતમાં વિલીન કરવા માટે શ્રીનગરની એક જેલમાં પ્રાણોની આહુતિ આપી હતી.

ડો. શ્યામા પ્રસાદ મુખર્જીની પુણ્યતિથી અવસર પર અમિત શાહનો જમ્મુ પ્રવાસનો મતલબ સાફ છે કે હવે ભાજપ પોતાના કોર મુદ્દાઓ પર પાછી ફરશે. પાર્ટીનું માનવાનું છે કે અમિત શાહનો આ પ્રવાસ પાર્ટી કાર્યકર્તાઓમાં નવા પ્રાણ ફૂંકશે અને સાથે જ રાજ્યમાં લોકસભા અને રાજ્યની ચુંટણીઓની તૈયારી શરુ થઇ જશે.
