ગુજરાત રાજ્યના 109 IASની સામૂહિક બદલીઓ કરવામાં આવી છે. જણાવીએ કે લાંબા સમયથી IAS અધિકારીઓની બદલીની ચર્ચા ચાલતી હતી. મહત્વના વિભાગના અધિકારીઓ બદલાયા છે. જેમાં મુકેશ પુરીની ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ તરીકે બદલી કરવામાં આવી છે.
મોટાભાગના સિનિયર અધિકારીઓની બદલી કરવામાં આવી છે. 10 અધિકારીઓને પ્રમોશન સાથે બદલી પણ અપાઈ છે. મુકેશ પુરી બન્યા ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ,મુકેશ પુરીને સરદાર સરોવર નિગમના MDનો વધારાનો ચાર્જ,ACS એ.કે. રાકેશ બન્યા કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ,અરુણકુમાર સોલંકીની વેરહાઉસના MD તરીકે બદલી,કમલ દયાણીને GAD નો વધારાનો વધારાનો ચાર્જ,પ્રભવ જોશી બન્યા રાજકોટના નવા કલેક્ટર,અરુણ મહેશ બાબુની UGVCLના MD તરીકે બદલી,રાજકોટના નવા મ્યુ. કમિ. આનંદ બાબુલાલ પટેલ,એમ.જે. દવે બન્યા PGVCL ના નવા MD,અમિત અરોરા બન્યા કચ્છ-ભૂજના નવા કલેક્ટર,પ્રવીણા ડી. કે. બન્યા અમદાવાદના નવા કલેકટર,ACS કમલ દયાણીને સામાન્ય વહીવટ સોંપાયું,એસ. જે.હૈદરને ખાણ ખનીજનાMD બનાવાયા,અરવલ્લીના નવા કલેકટર તરીકે પ્રશસ્તિ પરિક.
મુકેશ કુમાર બન્યા મા. અને ઉચ્ચ મા. શિક્ષણના મુખ્ય સચિવ,રમેશચંદ્ર મીણા બન્યા અન્ન, નાગરિક પુરવઠાના મુખ્ય સચિવ,મહોમ્મ્દ શાહિદ બન્યા SPIPA ના ડિરેક્ટર જનરલ,વરુણકુમાર બરનવાલ બન્યા બનાસકાંઠાના કલેકટર,સંજીવ કુમાર બન્યા વન અને પર્યાવરણ વિભાગના મુખ્ય સચિવ.













આ પણ વાંચો:વડોદરામાં વધુ એક રામનવમીની શોભાયાત્રામાં પથ્થરમારો, વાહનોમાં પણ તોડફોડ
આ પણ વાંચો:કોર્પોરેટરનું કારસ્તાન,કામગીરીને બદલે દેખાડ્યો રુવાબ
આ પણ વાંચો:રવિન્દ્ર જાડેજાની પત્ની રિવાબા જાડેજાએ અજમાવ્યો બેટિંગ પર હાથ, જુઓ ખાસ ફોટો
આ પણ વાંચો: ઈન્દોરના મંદિર અકસ્માતમાં અત્યાર સુધીમાં 35 લોકોના મોત, 40 ફૂટ ઊંડા પગથિયાંમાંથી રાતભર નીકળ્યા મૃતદેહો
