Not Set/ છોટાઉદેપુરમાં દેખાયો અજગર : બંધ રૂમમાં દેખાયો અજગર

છોટાઉદેપુર બોડેલીના તાડકાછાયા ગામે અજગર દેખાવાની ઘટના સામે આવી છે. મળતી વિગતો મુજબ એક બંધ રૂમમાં અજગર દેખાયો હોવાનું જાણવા મળેલ છે. આ સાથે જ પાવીજેતપુર તાલુકાના કોસિયા ગામ ખાતે પણ અજગર દેખાયાની ઘટના પ્રકાશમાં આવી છે. રહેણાંક વિસ્તારમાં અજગર દેખાતા ગામ લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. આ મામલે વન વિભાગને જાણ કરવામાં આવી હતી. વન વિભાગને ખબર મળતા જ, […]

Top Stories Gujarat Others

છોટાઉદેપુર બોડેલીના તાડકાછાયા ગામે અજગર દેખાવાની ઘટના સામે આવી છે. મળતી વિગતો મુજબ એક બંધ રૂમમાં અજગર દેખાયો હોવાનું જાણવા મળેલ છે.

આ સાથે જ પાવીજેતપુર તાલુકાના કોસિયા ગામ ખાતે પણ અજગર દેખાયાની ઘટના પ્રકાશમાં આવી છે. રહેણાંક વિસ્તારમાં અજગર દેખાતા ગામ લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. આ મામલે વન વિભાગને જાણ કરવામાં આવી હતી.

વન વિભાગને ખબર મળતા જ, ઘટનાની ગંભીરતાને સમજતા, અધિકારીઓ તાત્કાલિક, ઘટનાસ્થળે દોડી ગયા હતા. જ્યાં તેમણે 10 ફુટ લાંબા અજગરને પકડી પડ્યો હતો.

બોડેલી વાઈલ્ડ લાઈફની ટીમને જાણ કરાતા, તેમણે 10 ફુટ લાંબા અજગરને પકડીને, જંગલના અંતરિયાળ વિસ્તારમાં છોડી મુક્યો હતો. જેથી અજગર ફરીથી ગામમાં પાછો ન ફરી શકે.