court verdict/ પરિવાર નિયોજન કરવું તે વ્યક્તિગત વિષય છે, કેન્દ્રએ સર્વોચ્ચ અદાલતમાં ખંખેર્યા હાથ

ભારતમાં ગરીબી અને બેકારી  સાથે સાથે વસ્તી વધારાની સમસ્યા ખૂબ જ મહત્વની માનવામાં આવે છે. ગરીબી અને

Top Stories Gujarat
supreme

ભારતમાં ગરીબી અને બેકારી  સાથે સાથે વસ્તી વધારાની સમસ્યા ખૂબ જ મહત્વની માનવામાં આવે છે. ગરીબી અને બેકારી વધવા પાછળ એક કારણ વસ્તી વધારો પણ હોઈ શકે છે.ભારતમાં સતત વધતી વસ્તી વચ્ચે સર્વોચ્ચ અદાલતમાં કરવામાં આવેલ અરજી પર કેન્દ્ર સરકારે જવાબ આપ્યો છે જેમાં સરકારે કહ્યું છે કે સરકાર કોઈને બાળકની સંખ્યા નિર્ધારિત કરવા માટે બંધનમાં નાખી ન શકે.

POLITICAL / ખેડૂતોને લઇને રાહુલ ગાંધીનો PM મોદી પર કટાક્ષ

આ અંગે વિગતવાર સમજીએ તો આપણા દેશમાં બહુમતી કોમ અને લઘુમતી કોમ બંનેમાં લઘુમતી કોમના દ્વારા બે કરતા વધારે સંતાનો હોવાની શક્યતા વધારે જોવા મળે છે. તેમજ આપણા દેશમાં વસ્તીવધારો એક મોટી સમસ્યા છે ત્યારે ભાજપ નેતાઓ દ્વારા નિવેદન આપવામાં આવે છે કે ભારતમાં હવે વસ્તીનિયંત્રણ માટે કાયદો બનાવી દેવો જોઈએ. પરંતુ વર્તમાન સમયની પરિસ્થિતિ પ્રમાણે કેન્દ્ર સરકાર કાયદો ઘડવામાં સમર્થન આપી રહી હોય તેવું લાગી રહ્યું નથી. આ ઉપરાંત આ અંગે સર્વોચ્ચ અદાલતમાં થયેલ એક અરજીમાં જવાબમાં સરકારે પોતે જવાબ પાઠવ્યો છે કે બાળકોની સંખ્યાને નિયંત્રણ કરવા માટે કોઈ પર દબાણ લાવી શકે નહીં.

IAS / આ કારણથી માસાંતે આઇએએસ અને આઇપીએસ અધિકારીઓની વ્યાપક બદલીના

આજરોજ વસ્તી નીયંત્રણ માટે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલ એક અરજીની સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારે પોતાનો સ્પષ્ટ મત વ્યક્ત કરતા જણાવ્યું છે કે સરકાર લોકોને પરિવાર નિયોજન માટે બાળકો પેદા કરવાની સંખ્યાને નક્કી કરવાના વિરોધમાં છે. સર્વોચ્ચ અદાલતમાં સરકારે પોતાનો જવાબ રજૂ કરતા કહ્યુ કે દેશમાં પરિવાર કલ્યાણ કાર્યક્રમ સ્વૈચ્છિક છે, જે લોકોને તેમનો પરિવાર કેટલો મોટો હોય તે નક્કી કરવા તથા કોઈ પણ મજબૂરી વિના પરિવાર નિયોજન અપનાવવામાં સક્ષમ બનાવે છે. ભારતીય જનતા પાર્ટીના એક નેતા દ્વારા દિલ્હી હાઈકોર્ટમાં પૂર્વમાં એક ચુકાદો આપવામાં આવ્યો હતો, જ્યારે હવે ફરીથી આ કાયદામાં સરકારે પોતાનું મંતવ્ય બદલ્યું છે. હાઈકોર્ટે વસ્તી નિયંત્રણ માટે બે બાળકો માટે કાયદો બનાવવાની માગ કરતી અરજીને છોકરા બાદ ફરીથી સર્વોચ્ચ અદાલતમાં આ જ મુદ્દે અરજી કરવામાં આવી હતી. પરંતુ સરકારે કોઈપણ પ્રકારના હિચકિચાટ વિના જણાવી દીધું છે કે સ્વાસ્થ્ય વિશે નિર્ણય લેવાની સત્તા રાજ્ય હસ્તક હોય છે. કેન્દ્ર સરકારે કહ્યું કે રાજ્ય સરકારોએ સ્વાસ્થ્ય ક્ષેત્રોમાં સુધારાની પ્રક્રિયામાં નેતૃત્વ કરવું જોઈએ જેથી સામાન્ય લોકોના સ્વાસ્થ્યવ પર જોખમ ઊભું ન થાય.

atmosphere / રાજ્યનાં અનેક જિલ્લાઓમાં ઝાકળની ચાદર પથરાઈ…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…