Gandhinagar News : રાજ્ય સરકારે ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય સેવાઓ વધારવા એક નવો નિર્ણય લીધો છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ(Rushikesh Patel)ના અધ્યક્ષસ્થાને મળેલી એક બેઠકમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાં કુલ 24 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (P.H.C)ને મંજૂરી આપવામાં આવી છે. જેથી અંતરિયાળ અને દુર્ગમ વિસ્તારમાં આરોગ્ય સેવાઓ સુચારૂ રૂપે પુરી પાડી શકાશે.
હાલમાં રાજ્યમાં ભારત સરકારના ગ્રામ્ય વસ્તીના ધારાધોરણો મુજબ આરોગ્ય કેન્દ્રો મંજુર કરવામાં આવે છે. જે મુજબ સામાન્ય વિસ્તારમાં ૩૦ હજાર અને આદિજાતિ વિસ્તારમાં ૨૦ હજારની ગ્રામ્ય વસ્તીએ 1 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મંજુર કરવામાં આવે છે. હાલ રાજ્યમાં ૨૦૧૧ ની ગ્રામ્ય વસ્તીના ધારાધોરણો મુજબ કુલ ૧૪૯૯ પ્રા.આ.કેન્દ્રો પુરતા પ્રમાણમાં મંજુર અને કાર્યરત છે.
હાલમાં રાજ્યમાં ભારત સરકારના ગ્રામ્ય વસ્તીના ધારાધોરણો મુજબ આરોગ્ય કેન્દ્રો મંજૂર કરવામાં આવે છે. જોકે, નવા કેન્દ્રોની મંજૂરીમાં ભૌગોલિક પરિસ્થિતિને આધારે ઉક્ત વસ્તીના ધારાધોરણો ધ્યાને ન લેતા જીઓ સ્પેશિયલ એનાલિસિસ(JSA)ના આધારે આરોગ્ય કેન્દ્રો વચ્ચેના અંતરને ધ્યાને લઈ નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી આવા અંતરિયાળ અને દુર્ગમ વિસ્તારમાં રહેતા લોકોને પણ સરળતાથી આરોગ્ય સેવાઓ મળી રહેશે.
એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મેડિકલ ઓફિસર, લેબોરેટરી ટેકનીશીયન, જુનિયર ફાર્માસિસ્ટ, સીનીયર ક્લાર્ક સહિતના અન્ય સ્ટાફની નિમણૂંક કરવામાં આવે છે. હાલ જે જગ્યાઓએ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોની ઘટ છે ત્યાં પ્રાથમિક આરોગ્ય સેવાઓ પહોંચતી કરવામાં સ્થાનિક જનો માટે આ કેન્દ્રો આશીર્વાદરૂપ સાબિત થશે તેમ મંત્રી ઋષિકેશ પટેલે(Rushikesh Patel) જણાવ્યુ હતું.
આ પણ વાંચો: રાજ્યની બધી જ મેડિકલ કોલેજો, હોસ્પિટલો અને આરોગ્ય કેન્દ્રોમાં દર મહિને છ તારીખે મોકડ્રિલ
આ પણ વાંચો: રાજ્યમાં બાળમૃત્યુ અને માતા મૃત્યુદર ઘટાડવા સરકાર કટિબદ્ધ: આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ
આ પણ વાંચો: શ્રમિકોના ઉત્કર્ષ માટેની ગુજરાત સરકારની વિવિધ યોજનાઓથી કેવી રીતે બદલાઈ રહ્યું છે શ્રમિકોનું જીવન?
