Gujarat News/ શ્રમિકોના ઉત્કર્ષ માટેની ગુજરાત સરકારની વિવિધ યોજનાઓથી કેવી રીતે બદલાઈ રહ્યું છે શ્રમિકોનું જીવન?

આ યોજના હેઠળ રાજ્યના 19 જિલ્લામાં 290થી વધુ ભોજન વિતરણ કેન્દ્રો ચાલી રહ્યા છે

Top Stories Gujarat

Gujarat News : ઔદ્યોગિક વિકાસે ગુજરાતને ભારતનું ગ્રોથ એન્જિન બનાવ્યું છે. પણ સવાલ એ થાય કે ગુજરાતના આ ઔદ્યોગિક વિકાસના મૂળ શેમાં રહેલાં છે ? આ મૂળમાં છે – ગુજરાત સરકારની શ્રમિક-કલ્યાણની નીતિઓ. ચાલો જોઈએ, શ્રમિકોના ઉત્કર્ષ માટેની ગુજરાત સરકારની વિવિધ યોજનાઓથી કેવી રીતે બદલાઈ રહ્યું છે શ્રમિકોનું જીવન …

 ગુજરાતની ઓળખનો આધાર છે ગગનચુંબી ઈમારતો અને વિશાળ ધોરીમાર્ગો. આ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણમાં પોતાનો પરસેવો રેડી રહ્યા છે – શ્રમિકો. આ શ્રમિકોને સન્માન આપવા માટે ગુજરાત સરકારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં શ્રેણીબદ્ધ પગલા લીધા છે. શ્રમિક અન્નપૂર્ણા યોજના અને શેલ્ટર હોમ તેનું ઉદાહરણ છે.રાજ્યના આ પગલાઓ સરકારની ગરીબો અને વંચિતો પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતિક છે. ગુજરાત સરકાર શ્રમિક અન્નપૂર્ણા યોજનામાં શ્રમિક અને તેના પરિવારને માત્ર 5 રૂપિયામાં ભોજન પૂરુ પાડે છે.

આ યોજના હેઠળ રાજ્યના 19 જિલ્લામાં 290થી વધુ ભોજન વિતરણ કેન્દ્રો ચાલી રહ્યા છે. જેમાં દૈનિક ધોરણે 32 હજાર લોકોને ભોજન પુરુ પાડવામા આવે છે. આ ઉપરાંત શ્રમિકોના આરોગ્ય માટે મેડિકલ કેમ્પનું પણ આયોજન કરવામાં આવે છે.  શ્રમિકો આ સુવિધા માટે ઈ-નિર્માણ પોર્ટલ પર નોંધણી કરાવે છે. નોંધણી કરવામાં આવી હોય તેવા શ્રમિકોને આપવામાં આવેલા કાર્ડ પરનો ક્યૂ-આર કોડ સ્કેન કરવાથી ટોકન ઈસ્યૂ થાય છે. આ ટોકનથી તે સ્થળ પર જમી શકે છે અથવા ટિફિન લઈ જઈ શકે છે. કોઈ શ્રમિક ભૂખ્યાં ન રહે તેની પણ કાળજી લેવાય છે. હંગામી ધોરણે ઉભા કરાયેલા રજિસ્ટ્રેશન બુથમાં ન નોંધાયેલા કામદારોની નોંધણી કરી પંદર દિવસ સુધી શ્રમિકને ભોજન પુરુ પાડવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. પારદર્શકતા માટે આ સમગ્ર પ્રક્રિયામાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને આ કામગીરીને સીએમ ડેશબોર્ડ સાથે જોડવામાં આવી છે.

ગુજરાત સરકાર શ્રમિકોના અન્ન ઉપરાંત આવાસની કાળજી પણ લઈ રહી છે. રાજસ્થાન અને મધ્યપ્રદેશથી આવેલા શ્રમિકો માટે મોટા શહેરોમાં સુવિધાયુક્ત આશ્રય-સ્થાન બનાવવામાં આવ્યા છે. અહીં શ્રમિકોને ગાદલા, બ્લેન્કેટ ઉપરાંત ગરમ પાણી તેમ જ બાથરુમની સુવિધા પુરી પાડવામાં આવે છે. અહીં શ્રમિક પોતાની રીતે ભોજન પણ બનાવી શકે છે. સ્થળાંતર કરીને આવેલા શ્રમિકોના બાળકોને શિક્ષણની સુવિધા પણ પૂરી પાડવામાં આવે છે. આ આશ્રય સ્થાનોના નિર્માણ સમયે વૃદ્ધો અને દિવ્યાંગજનોની જરૂરિયાતોને પણ ધ્યાનમાં રાખવામાં આવી છે.

આ પહેલ રાજ્ય સરકારની શ્રમિકો પ્રત્યેની નિસબત દર્શાવે છે. શ્રમિકો રાષ્ટ્ર-નિર્માણમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે, ત્યારે રાજ્ય સરકાર તેમના કલ્યાણ માટેના પ્રયાસો કરી રહી છે. ભોજન, આશ્રય અને હુંફ જેવા આ નાના પગલાઓથી શ્રમિકોના જીવનમાં મોટું પરિવર્તન આવી રહ્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સુરતના વલ્લભનગરમાં ક્લિનિક ચલાવતો વધુ 1 બોગસ ડોક્ટર ઝડ્પાયો

આ પણ વાંચો: ઝઘડીયા તાલુકાનાં ઇન્દોર ગામે ડિગ્રી વગર દવાખાનું ચલાવતો બોગસ ડોક્ટર ઝડપાયો

આ પણ વાંચો: સુરતના પાંડેસરામાં નકલી ડોક્ટર ઝડપાયા, 10 નકલી ડોક્ટરો અને બોગસ ડિગ્રી આપનારા 3 શખ્સોની ધરપકડ