Gir Somnath News : ગીર સોમનાથ(Gir Somnath)ના સુત્રાપાડામાં એક મકાનમાંથી તાડી ભરેલી કોથળીઓ મળી આવતા પોલીસે તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન ખુલ્યું કે આ તાડી કુદરતી નહીં પરંતુ ઝેરી કેમિકલ ભેળવીને બનાવવામાં આવી હતી. આરોપીઓ મહારાષ્ટ્ર(Maharsashtra)ની એક ફેક્ટરીમાંથી ઝેરી કલોરલ હાઈડ્રેટ પાવડર મંગાવીને તાડીમાં ભેળવી વેચતા હતા. આ પાવડરને તાડીમાં ભેળવવાથી તેનો નશો વધારે થાય છે, પરંતુ તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે.
સુત્રાપાડાના રહેણાંક મકાનમાંથી એક મહીના પહેલા તાડી ભરેલ પ્લાસ્ટીકની 8 નંગ કોથળી મળી આવતા પોલીસે પ્રોહી એકટનો ગુનો નોંધી આરોપી દુર્ગાપ્રસાદ ઉર્ફે દીલીપ લીંગીયા બંટુ (ઉ.વ.૪૧) (મુળ તેલંગાણા(Telagana))ની ધરપકડ કરવામાં આવી હતી. પકડાયેલા આરોપીને તાડી કયાંથી લાવ્યો એ પુછપરછ કરતા તાડી જે આર્થીક ફાયદા માટે કુદરતી ઝાડ પરથી મળી ન આવતા મદદગારી કરનાર ચીનુ (Santrampur) સાથે સંપર્ક કરી તાડી બનાવવાનું કેમીકલ યુક્ત કલોરલ હાઈડ્રેટ પાવડર મંગાવ્યું હતું. ચીનુએ ST બસ મારફતે સંતરામપુર (Satrampur) થી કોડીનાર(kodinar) ST બસમાં પાર્સલ મંગાવ્યું હતું. આ ઘટનામાં પાવડર ઉર્ફે ચીનુ નરસિંહમાં દેંકલા (ઉ.વ.૪૪) (Santrampur))થી ધરપકડ કરવામાં આવી હતી.
ગીર સોમનાથ જિલ્લાના LCB PI એ.બી. જાડેજાના માર્ગદર્શન હેઠળ PSI એ.સી. સિંધવે વધુ તપાસ હાથ ઘરતા માહિતી મળેલ કે આરોપી શ્રીનિવાસ ઉર્ફે ચીનુ નરસિંહ દેકલાને આ પાવડર મોકલનાર મહેશ પોન ચેટરી હાલ મુંબઈ(Mumbai) હોય ત્યાંથી પકડી લીધો હતો. તેમજ તેમની પુછપરછ કરતા પાવડર પ્રકાશ ઉર્ફે પપ્પુ પાસેથી આ કલોરલ હાઈડ્રેડ પાવડર મંગાવતો હોવાનું અને આ પ્રકાશ પોતાના પાર્ટનર તિરૂપતિ બન્નેએ મહારાષ્ટ્ર(Maharashtra) રાજયના પાલઘર(Palghar) જીલ્લાના વાડા તાલુકાના અમરાપુર(Amrapur) ગામમાં રાજહંસ કેમીકલ્સ(Rajhansh Chemi.) નામની કંપની ચલાવતા હોવાનું જાણવા મળ્યું હોય જેને આ પાવડર મોકલ્યાની વિગતો ખુલતા હવે તેની શોધખોળ શરૂ કરવામાં આવતા ત્રણેય(3)ની ધરપકડ કરી પુછપરછ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: ગીર સોમનાથમાં 1 હજાર વીઘાથી વધુની ગૌચરની જમીન પર બુલડોઝર ફેરવી દેવાયું
આ પણ વાંચો: ગીર સોમનાથમાં પોલીસ કર્મીઓ દારૂની હેરાફેરી કરતા ઝડપાયા
આ પણ વાંચો: ગીર સોમનાથના તાલાલાના ગામમાં ગાયોના શંકાસ્પદ મોતથી પશુપાલકોમાં ચિંતા
