Surat News/ સુરતમાં ન્યાય માટે બિલ્ડર પ્રમોદ ગુપ્તાએ હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા

આ મામલે હજી સુધી પોલીસ દ્વારા એફઆઇઆર થઈ નથી જેને લઈને બિલ્ડર પ્રમોદ ગુપ્તા એ હવે હાઇકોર્ટનું શરણું લીધું છે વારંવાર પોલીસ મથકમાં જાણ કરવા…..

Gujarat Surat

@દિવ્યેશ પરમાર

Surat News: સુરત શહેરમાં ગોડાદરા વિસ્તારમાં બિલ્ડરનું અપહરણ કરી ચેકો અને દસ્તાવેજો સહી કરાવી લેવાના હજી સુધી પોલીસે એફઆઇઆર કરી નથી, ભાજપના કોર્પોરેટર  પોલીસ મથકના પીઆઇ, એસીપી અને પીએસઆઇ સહિત કુલ 11 લોકો સામે બિલ્ડરે હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરી છે.

સુરત શહેરનો બહુચર્ચિત કિસ્સામાંનો એક એટલે ગોડાદરા માં બિલ્ડરનું અપહરણ બિલ્ડર પ્રમોદ ગુપ્તાએ ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર તેમજ પૂર્વ શાસક પક્ષના નેતા અમિત સિંગ રાજપુત સામે ગંભીર આક્ષેપ કર્યા હતા અને અને ગોડાદરા પોલીસ મથકમાં અમિત સિંગ રાજપૂત સામે અપહરણ તેમજ દસ્તાવેજો અને ચેકો પર બળજબરીથી સહી કરાવી લેવાના આક્ષેપ સાથે અરજી કરી હતી.

આ મામલે હજી સુધી પોલીસ દ્વારા એફઆઇઆર થઈ નથી જેને લઈને બિલ્ડર પ્રમોદ ગુપ્તા એ હવે હાઇકોર્ટનું શરણું લીધું છે વારંવાર પોલીસ મથકમાં જાણ કરવા હોવા છતાં તેમજ પુરાવો પણ મૂક્યા હતા તેમ છતાં એફઆઇઆર થઈ નથી જેથી બિલ્ડર પ્રમોદ ગુપ્તાએ અમિત સિંહ રાજપુત સામે પગલા નહીં લેનાર ગોડાદરા પોલીસ મથકના પી.એસ.આઇ તેમજ પીઆઇ સાથે એસીપી અમિત સિંહ રાજપુત અન્ય બે મહિલા કોર્પોરેટરના પતિ સહિત 11 લોકો સામે હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરી છે.

મહત્વનું છે કે અમિત સિંહ રાજપુત પૂર્વ શાસક પક્ષના નેતા છે સાથે જ હાલ કોર્પોરેટર છે જેથી બિલ્ડર પ્રમોદ ગુપ્તાએ ફરિયાદ કરી હતી પરંતુ હજી સુધી તેમાં કોઈ નીવેડો આવ્યો નથી એટલો જ નહીં બિલ્ડર પ્રમોદ ગુપ્તાએ સીસીટીવી થી લઈને તમામ પુરાવા પોલીસને આપ્યા હતા. તેમ છતાં ગોડાદરા પોલીસે અમિત રાજપુત વિરુદ્ધ એફઆઇઆર લીધી ન હતી જેથી બિલ્ડર પ્રમોદ ગુપ્તાએ આખરે હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરી છે હાલ આ તમામ મામલે આગામી દિવસોમાં સુનાવણી હાથ ધરવામાં આવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમદાવાદમાં 1386 ધાર્મિક દબાણને દૂર કરવા મ્યુનિ.એ નોટિસ આપી

આ પણ વાંચો: અમદાવાદના રસ્તાઓ છે જીવલેણઃ 2023માં 870નાં મોત

આ પણ વાંચો: પોરબંદર જળબંબાકાર, 14 ઈંચ વરસાદથી જનજીવન ખોરવાયું