@ દિવ્યેશ પરમાર
સુરત શહેરમાં અવારનવાર લોકો ને લલચાવી ફોસલાવી છેતરપીંડી નો ભોગ બનાવવાના આવે છે તેવામા સુરતના ચોક બજાર પોલીસ મથક હદ વિસ્તારમાં લોકોને કોલ કરી કામ આપી છેતરપીંડી કરતું કોલ સેન્ટર ઝડપાયું હતું. ચોક બજાર પોલીસે બાતમીના આધારે સિંગણપોર કોઝવે રોડ કંથરીયા હનુમાનજી મંદિર પાસે આવેલા ઓફિસમાં ચાલતા કોલ સેન્ટરમાં રેડ પાડી કોલ સેન્ટરના સંચાલક શકીલ વલી મંહમદ સહિત મહિલાઓ અને પુરુષ મળી કુલ 11 લોકો ની ધરપકડ કરી હતી.
આ આરોપીઓ ગ્રાહકોને ડેટા ઍન્ટ્રીને લગતા કામ આપતા હતા.જેમાં ૯૦ ટકા થી ઉપર કામ થાય તો કમિશન આપવાની વાત કરી કોન્ટ્રાકટ કરતા હતા અને અને ૯૦ ટકાથી ઓછુ કામ થાય તો કોન્ટ્રાકટ ભંગ બદલ પેનલ્ટી આપવાની વાત કરી ઉઘરાણી કરતા હતા.આ રીતને કોન્ટ્રાકટ કર્યા બાદ ટોળકી ગ્રાહકોના ડેટા ઍન્ટ્રીનું કામ ગ્રાહકોનું 80 થી 85 ટકા થાય તેવી ગોઠવણ કરતા હતા.
ત્યારબાદ ગ્રાહકોને કોન્ટ્રાક ભંગ અંગે પોલીસ કે કોર્ટમાં કેસ કરવાની ધમકી આપી પેનેલ્ટી પેટે 6500ની વસુલાત કરતા હતા.હાલ પોલીસે કોલસેન્ટર ચલાવતી ટોળકીની ધરપકડ કરી વકીલ તરીકે વાત કરનાર નીશા નામની યુવતીને વોન્ટેડ બતાવી છે.
આ પણ વાંચો:વિવાદોની ઉર્વશીનો વધુ એક વિવાદ,તરણેતરના મેળાને પરણેતરનો મેળો કહ્યું
આ પણ વાંચો:અસાલ GIDC માં લાગી આગ, કેમિકલ ભરેલા 60 થી વધુ ટેન્કરો બળીને ખાખ
આ પણ વાંચો:2025 થી પીએચડી પ્રોગ્રામમાં ક્વોટા શક્ય: IIM- અમદાવાદ
આ પણ વાંચો:પાલનપુરમાં બ્રિજનો સ્લેબ ધરાશાયી મામલે 11 લોકો સામે ફરિયાદ

