Surat News: ગુજરાત (Gujarat)માં ભૂતિયા શિક્ષકો (Teacher) પર હવે સરકાર સંકજો કસી રહી છે. સુરત (Surat)માં વધુ બે શિક્ષકો લાંબા સમયથી ગેરહાજર રહેતા બરતરફ કરવામાં આવ્યા. શાળામાં શિક્ષક તરીકેને પગાર ચાલુ રાખી આવા શિક્ષકો વિદેશમાં મોજ કરી રહ્યા છે. શહેરના આ શિક્ષકોને વારંવાર શાળામાં હાજર થવા નોટિસ મોકલવામાં આવી હતી. છતાં શાળામાં હાજર ના થતા આ બંને શિક્ષકો સામે કડક પગલા લેતા શિક્ષણ સમિતિ દ્વારા કાર્યવાહી કરવામાં આવી. શિક્ષણ સમિતિએ બંને શિક્ષકોને બરતરફ કરી ભૂતિયા શિક્ષકો સામે દાખલો બેસાડવા પ્રયાસ કર્યો.
શહેરમાં અન્સારી આમીર નામના શિક્ષક અને શિક્ષિકા આરતી બેન તેમની શાળામાં લાંબા સમયથી ગેરહાજર છે. આ બંને શિક્ષકોએ શાળામાં ગેરહાજર રહેવા મામલે મેડિકલ લીવ અને અંગત કારણોને આગળ ધર્યા છે. બંને શિક્ષકો બે-ત્રણ વર્ષથી વધુ સમય સુધી શાળામાં હાજર ના હોવા છતાં પણ પગાર લઈ રહ્યા છે. શાળામાં ગેરહાજર રહી કામચોરી કરનારા અને છતાં પગાર પાડતા આવા શિક્ષકો સામે શિક્ષણ મંત્રાલયે લાલ આંખ કરી છે. શિક્ષણ સમિતિ દ્વારા આ બંને શિક્ષકોને શાળામાં ફરજ પર હાજર થવા 10થી વઘુ વખત નોટિસ મોકલવામાં આવી છે. છતાં પણ આ બંને શિક્ષકો દ્વારા કોઈપણ પ્રકારનો જવાબ ના મળતા આખરે બંને શિક્ષકો અન્સારી આમીર અને શિક્ષિકા આરતીબેન ચૌધરીને બરતરફ કરવામાં આવ્યા છે.
મહત્વનું છે કે અન્સારી આમીર બે વર્ષથી લીવ પર બહાર છે અને આરતી બેન ચૌધરી ત્રણ વર્ષથી રજા લઈ બહાર છે. આવા શિક્ષકો બાળકોને ભણાવાને બદલે સરકારને ગોથે ચડાવી રહ્યા છે ત્યારે હવે શિક્ષણ વિભાગે પણ રાજ્યમાં આવા ભૂતિયા શિક્ષકોને વીણી-વીણીને શોધી કડક કાર્યવાહી કરી રહી છે. રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોમાં ભૂતિયા શિક્ષકોનો ભાંડો ફૂટતા તમામ પર કાયદાનો કોરડો વિંઝવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો: FSSAI એ ઉત્પાદનોમાંથી A1, A2 દૂધના દાવાઓને દૂર કરવાનો આદેશ આપ્યો
આ પણ વાંચો: ગુજરાતના ચાર શહેરોમાં ખૂલશે હ્યુમન મિલ્ક બેંક, ગુજરાતની 15 હજાર માતાઓએ કર્યું અમૃતરૂપી દૂધનું દાન
આ પણ વાંચો: દૂધ સવારે પીવું જોઈએ કે સાંજે? યોગ્ય સમય કયો કહેવાય….
