એજન્સીએ શિવકુમારને તેની સંપત્તિ તેમજ રોકડ ભરેલી થેલી વિશે પૂછપરછ કરી હતી, જે તેણે ચાંદની ચોકમાં સ્થિત ટ્રાવેલ કંપનીના માલિકને તેના સાથીઓ દ્વારા મોકલાવી હતી. ઇડી અધિકારીઓના જણાવ્યા અનુસાર શિવકુમારને સોમવારે સવારે 11 વાગ્યે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો. પરંતુ તે એજન્સીનાં મુખ્યાલય સવારે 12 વાગ્યે પહોંચ્યો હતો.
શિવકુમાર દ્વારા અગાઉ ઇડી દ્વારા આ વર્ષે જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં આપવામાં આવેલા સમન્સની અવગણના કરવામાં આવી હતી. પરંતુ ગયા અઠવાડિયે જ કર્ણાટક હાઈકોર્ટે શિવકુમારની નાણાકીય તપાસ એજન્સી દ્વારા ધરપકડથી વચગાળાની રાહતની માંગ કરતી અરજીને ફગાવી દીધી હતી. તેથી તેણે હવે ઇડી સમક્ષ હાજર થવું પડ્યું હતું.
શિવકુમાર વર્ષ 2016 માં નોટબંધી પછીથી આવકવેરા વિભાગ અને ઇડીના રડાર પર હતા. 2 ઓગસ્ટ, 2017 ના રોજ, આવકવેરા વિભાગની શોધ દરમિયાન તેમના નવી દિલ્હીનાં ફ્લેટમાંથી 8.59 કરોડ રૂપિયાની બિનહિસાબી રોકડ કબજે કરવામાં આવી હતી. ત્યારબાદ આવકવેરા વિભાગે કોંગ્રેસના નેતા અને તેના ચાર અન્ય સહયોગીઓ વિરુદ્ધ ઇન્કમટેક્સ એક્ટ, 1961 ની કલમ 277 અને 278 અને ભારતીય દંડ સંહિતા (આઈપીસી) ની કલમ 120 (બી), 193 અને 199 હેઠળ કેસ નોંધ્યા હતા.
આવકવેરા વિભાગની ચાર્જશીટના આધારે ઇડીએ શિવકુમાર વિરુદ્ધ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો હતો. શિવકુમારે તેમને અને રાજ્યના અન્ય વિપક્ષી નેતાઓને નિશાન બનાવવા માટે કર્ણાટકના મુખ્યમંત્રી બી.આર. એસ. યેદિયુરપ્પા પર આરોપ પણ લગાવ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
