એક્શન/ દાહોદ પેટ્રોલપંપમાં ફિલ્મી ઢબે કરાઈ લૂંટ તો પોલીસ બની સિંઘમ : જાણો આખો મામલો

ઉછીના લીધેલા રૂપિયા હવે આપવા ક્યાંથી અને તેમ વિચારી મેનેજર મુંઝવણમાં મુકાયો હતો. આ દરમ્યાન શુક્ર – શનિવાર દરમ્યાન કલેક્શન થયેલ પૈસા ઉછીના લીધેલા હતાં અને વ્યક્તિને રૂા.9,00,000 આપી દીધાં હતાં ત્યાર બાદ રવિવારના રોજ સાંજના સમયે પેટ્રોલ પંપનો મેનેજર આબીદ, આકાશ, સલમાન સાકીરભાઈ અરબ (રહે. રાણીવાવ ધર્મશાળાની પાછળ, દેવગઢ બારીઆ) અને મૌહમદ ફૈજાન ઉર્ફે અરબાઝ શેખ નાઓએ મળી લૂંટ કરવા સારૂં બે મોટરસાઈકલ લઈને આવી પેટ્રોલ પંપ ઉપર લૂંટ કરવાનું કાવતરૂં રચી નાંખ્યું હતું.

Top Stories Gujarat Others
દાહોદ

દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ નગરમાં મંગળવારે એક પેટ્રોલ પંપ ઉપર ધોળે દિવસે લૂંટની ઘટના બની હતી. જેમાં ફિલ્મી ઢબે 11.84 લાખની લૂંટ કરી લૂંટારૂઓ નાસી ગયા હતા જો કે સ્થાનિક પોલીસે ત્વતિક પગલા લઈને ગણતરીના કલાકોમાં ગુન્હાનો ભેદ ઉકેલી નાંખ્યો હતો. આ લૂંટમાં ચાર જેટલા ઈસમો સંડોવાયેલા છે. જેમાં પેટ્રોલ પંપ પર ફરજ બજાવતો મેનેજર સહિત ચાર જેટલા ઈસમોએ આ લૂંટને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે અને ઉઘરાણીના પૈસા ચુંકવવા આ લૂંટને અંજામ આપ્યો હોવાનું આરોપીઓએ પોલીસ સમક્ષ કબુલાત કરી હતી. દાહોદ માં બનેલ સમગ્ર મામલે પોલીસે ચારેય ઈસમોની અટકાયત કરી તેઓની પાસેથી રોકડા રૂપીયા 11,08,000 રીકવર કર્યાં છે.

આ રીતે કરી લૂંટ

રોમીને 9 લાખ આપવાના હતાં જેથી આબીદ અરબે ફીલર તરીકે કામ કરતાં ડાંગરિયાના કર્મી આકાશ સંગાડાને પ્લાનમાં સાથે લીધો હતો. આકાશે મિત્ર સલમાન અરબને પ્લાનમાં શામેલ કરી સલમાને લૂંટનું નાટક કરવા જવા માટે ફૈઝાન અને તૌસીફ નામક યુવકોને તૈયાર કર્યા હતાં. ઓફીસમાં આવેલા ફૈઝાન અને તૌસિફ આબીદ પર મરચાની ભુકી નાખવાનું નાટક કરવા સાથે પહેલેથી કાઢી રાખેલું ડીવીઆર લઇને રવાના થયા હતાં. લુટારુનો પીછો કરવા નીકળ્યો હોવાનું જણાવી આકાશ બાકી બચેલા રૂ.2,08,000 સલમાનના ઘરે મુકી આવ્યો હતો. આ આખી ઘટનાને કોઈ ફિલ્મી ઘટનાની જેમ અંજામ અપાયો હતો પરંતુ પોલીસ પણ સિંઘમ બનીને ગુનેગારોને પકડી પાડયા હતા.

વધુ વિગત અનુસાર મંગળવારે દેવગઢ બારીઆ નગરમાં આવેલ એસ્સાર પેટ્રોલ ઉપર ધોળે દિવસે લૂંટની તપાસમાં પોલીસે અલગ અલગ ટીમો બનાવી આ લૂંટના ગુન્હાનો ભેદ ઉકેલવા તપાસનો ધમધમાટ શરુ કરેલો. પહેલા તો પેટ્રોલ પંપ પર લાગેલ સીસીટીવી કેમેરાની તપાસ હાથ ધરી હતી. જેમાં અલગ અલગ ગ્રાહકોની અવર જવર હતી ત્યાર બાદ પેટ્રોલ પંપ પર મેનેજર તરીકે ફરજ બજાવતો આબીદ અસદબીન અરબ (રહે. કસ્બા, દેવગઢ બારીઆ)ની ઓફિસની પણ તપાસ કરતાં અને સીસીટીવી ફુટેજ ચેક કર્યાં હતાં. જેમાં પોલીસને શંકા જતા અને પેટ્રોલ પંપ ઉપર ફરજ બજાવતાં કર્મચારીઓની પોલીસે પુછપરછ પણ કરી હતી. સમગ્ર મામલા બાદ પોલીસે પેટ્રોલ પંપના મેનેજર આબીદ અને આકાશભાઈ મુકેશભાઈ સંગાડા (રહે. ડાંગરીયા, દેવગઢ બારીઆ)ની પોલીસે આકરી પુછપરછ કરતાં તેઓ પોલીસ સામે વધુ ટકી શક્યા નહી અને અને તેઓએ આ લૂંટને અંજામ આપવા કાવતરૂં રચ્યું હોવાનું પોલીસ સમક્ષ કબુલ્યું હતું.

બંન્ને ઈસમોના જણાવ્યાં અનુસાર, તેઓની સાથે બળવંતભાઈ સબુરભાઈ સંગાડા (રહે. ડાંગરીયા, દેવગઢ બારીઆ) કામ કરતાં હતાં તે સમયે તેઓએ કલેક્શનના પૈસામાંથી ઓછા પૈસા આપ્યાં હતાં .બાકીના નીકળતાં પૈસા તેઓએ ઉછીના લીધાં હતાં તે આપી દીધાં હતાં અને બાકી પૈસા વાપરી નાંખ્યાં હતાં અને પેટ્રોલ પંપના વાપરી નાંખેલ પૈસા આપવા માટે તેણે મેનેજરને વચ્ચે રાખી રોમી અગ્રવાલ પાસેથી રૂા. 9,00000 ઉછીના લીધાં હતાં. ઉછીના લીધેલા રૂપિયા હવે આપવા ક્યાંથી અને તેમ વિચારી મેનેજર મુંઝવણમાં મુકાયો હતો. આ દરમ્યાન શુક્ર – શનિવાર દરમ્યાન કલેક્શન થયેલ પૈસા ઉછીના લીધેલા હતાં અને વ્યક્તિને રૂા.9,00,000 આપી દીધાં હતાં ત્યાર બાદ રવિવારના રોજ સાંજના સમયે પેટ્રોલ પંપનો મેનેજર આબીદ, આકાશ, સલમાન સાકીરભાઈ અરબ (રહે. રાણીવાવ ધર્મશાળાની પાછળ, દેવગઢ બારીઆ) અને મૌહમદ ફૈજાન ઉર્ફે અરબાઝ શેખ નાઓએ મળી લૂંટ કરવા સારૂં બે મોટરસાઈકલ લઈને આવી પેટ્રોલ પંપ ઉપર લૂંટ કરવાનું કાવતરૂં રચી નાંખ્યું હતું. આમ, સમગ્ર મામલે પોલીસે આરોપીઓ પાસેથી રૂા. 11,08,000 રોકડા કબજે કર્યાં હતાં.

આ પણ વાંચો : દેશમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો,એક જ દિવસમાં નવા 1,829 કેસ,33 દર્દીઓના મોત