@સુલેમાન ખત્રી, બોડેલી છોટાઉદેપુર
છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના ભેરેથા ગામથી શાકભાજી ભરી વડોદરા જતી બોલેરો પીકપ ગાડીને બોડેલી ડભોઈરોડ પર નજીકના જોજવા ગામ પાસે હાથમાં દંડા લઈને ઉભેલા છ એક માણસોએ ગાડી ને ઉભી રખાવી પોલીસ જેવો રુઆબ છાંટી ડ્રાઈવર પાસે લાઇસન્સ અને ગાડી ના કાગળ માગ્યા હતા. ચાલકે ગાડીના કાગળ અને લાયસન્સ હોવાનું કહેતા જ લૂંટારુઓએ ગાડીના કાચ તોડી નાખી તેને માર મારી ઘાયલ કરી રૂ.૧૫,૦૦૦/- રોકડા, બે મોબાઈલ તેમજ ગાડી માં ભરેલ શાકભાજીનો કેટલોક માલ પણ ઉતારી લઈ રૂ. ૩૨,૦૦૦/- ની લૂંટ ચલાવી હતી. આ વખતે જ ઘટનાસ્થળે બોડેલી પોલીસ ની ગાડી આવી જતા ગાડી જોઇ લૂંટારૂઓ ભાગવા જતા એક લૂંટારૂ પોલીસ ના હાથે ઝડપાઈ ગયો હતો જ્યારે અન્ય ૫ લુંટારૂઓ ફરાર થઈ ગયા હતા.
છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના ભેરેથા ગામથી બોલેરો પીકપ ગાડી માં શાકભાજી ભરી પ્રકાશભાઈ મોરસિંગભાઈ ઝમરાલા અને તેની સાથે કંડકટર અલ્પેશભાઈ ટીઝલાભાઈ નાયક વડોદરા માર્કેટ માં શાકભાજી વેચવા જઈ રહ્યા હતા ત્યારે રાત્રીના લગભગ દોઢેક વાગ્યાના અરસામાં બોડેલી – વડોદરા રોડ પર નજીક નાં જોજવા ગામ પાસે રોડ પર જ એક માણસો હાથમાં દંડા લઈ ઉભેલા હોય ગાડીના ઉભી રખાવતા ગાડીના ચાલક પ્રકાશભાઇએ ગાડી ઊભી રાખતા શખ્સોએ પ્રકાશભાઈ પાસે લાયસન્સ અને ગાડીના કાગળો માંગી ગાડીના કાચ પર ડંડા મારીને તોડી નાખી પ્રકાશભાઈ ને પણ દંડા મારી ઈજાઓ પહોચાડી તેની પાસેના રૂ. ૧૫,૦૦૦/- રોકડા, તેનો અને કંડકટર નો મોબાઇલ તેમજ ગાડી માં ભરેલ શાકભાજીમાંથી કેટલીક શાકભાજી મળી કુલ રૂ. ૩૨,૦૦૦/- ની લૂંટ કરી ભાગવા જતા હતા.
તે વખતે જ બોડેલી પોલીસની ગાડી ઘટનાસ્થળે પહોંચી જતા પોલીસે લૂંટારુંઓ પીછો કર્યો હતો. અને એક લૂંટારૂઓને ઝડપી પાડી બોડેલી પોલીસ સ્ટેશન લઇ આવી ભોગ બનનાર પ્રકાશભાઈ ની ફરિયાદ નોંધી ફરાર થઈ ગયેલ અન્ય પાંચ લૂંટારૂઓને પકડી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
