Gujarat News/ ગુજરાતમાં રાજકીય પક્ષોને 404 કરોડ અને ભાજપને 401 કરોડનું ડોનેશન મળ્યું

ભાજપને ઘણા બિલ્ડરો અને બાંધકામ કંપનીઓ અને વ્યક્તિઓ તરફથી લાખો અને કરોડો રૂપિયાના ડોનેશન મળ્યું હતું.

Gujarat Top Stories

Gujarat News: 2024ની લોકસભા ચૂંટણી (Election) માટે રાજકીય પક્ષો (Political Party)ને 2544.27 કરોડ રૂપિયાનું જંગી ડોનેશન મળ્યું હતું, જેમાં 20000 રૂપિયાથી વધુનું ડોનેશન (Donation) પણ સામેલ હતું. આમાંથી, 2023-24માં ગુજરાતના રાજકીય પક્ષોને 404.51 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા, જેમાં ભાજપ (BJP)ને 401.98 કરોડ રૂપિયા મળ્યા હતા, જ્યારે કોંગ્રેસ (Congress)ને માત્ર 2.45 કરોડ રૂપિયા મળ્યા હતા. આમ આદમી પાર્ટી (AAP)ને 0.075 કરોડ રૂપિયા મળ્યા હતા.

આંકડા મુજબ, ગુજરાતમાંથી કુલ 2153 ડોનેશન (Donation)માંથી, ભાજપને 2113 ડોનેશન મળ્યા હતા જ્યારે કોંગ્રેસને 35 ડોનેશન મળ્યા હતા. રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી પંચને સુપરત કરાયેલા દાનની વિગતોનું વિશ્લેષણ કરતા, એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) એ મુજબ ભાજપ દ્વારા જાહેર કરાયેલ ડોનેશનની રકમ કોંગ્રેસ, AAP અને CPI-M દ્વારા પ્રાપ્ત થયેલા કુલ ડોનેશન (Donation)નાં છ ગણી છે.

Data | Anonymous donations to parties in FY21: Congress tops list, BJP  close second - The Hindu

કોર્પોરેટ અને વ્યક્તિઓ તરફથી કુલ 12,547 ડોનેશન (Donation) મળ્યા હતા, જેમાંથી 8,458 લોકોએ ભાજપને અને 1994 લોકોએ કોંગ્રેસને ડોનેશન આપ્યું હતું. આમાંથી, ભાજપને કુલ 2243.94 કરોડ રૂપિયા અને કોંગ્રેસને 281.48 કરોડ રૂપિયાનું ડોનેશન મળ્યું હતું. રાજકીય પક્ષોને મળેલા કુલ ડોનેશન (Donation)માં સૌથી વધુ 989 કરોડ રૂપિયા દિલ્હીમાંથી આવ્યા હતા, ત્યારબાદ ગુજરાતમાંથી 404.51 કરોડ રૂપિયા અને મહારાષ્ટ્રમાંથી 334.07 કરોડ રૂપિયા આવ્યા હતા.

ભાજપને ઘણા બિલ્ડરો અને બાંધકામ કંપનીઓ અને વ્યક્તિઓ તરફથી લાખો અને કરોડો રૂપિયાના ડોનેશન મળ્યું હતું. જોકે, કોંગ્રેસને મળેલા ડોનેશનમાં શક્તિસિંહ ગોહિલ, અમિત ચાવડા, ભરત સોલંકી, ગેનીબેન ઠાકોર, તુષાર ચૌધરી વગેરે જેવા અન્ય નેતાઓ દ્વારા આપવામાં આવેલા ડોનેશનનો સમાવેશ થાય છે. કોર્પોરેટ (Coporate) હોય કે વ્યક્તિગત (Individual), અન્ય લોકો તરફથી કોંગ્રેસને મળેલા ડોનેશનની રકમ ખૂબ ઓછી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ઈલેક્ટોરલ બોન્ડમાં ટોચની 50 કંપનીઓએ આપ્યું ડોનેશન, જાણો કઈ કંપનીઓના છે નામ

આ પણ વાંચો:ચૂંટણી પંચે ઇલેક્ટોરલ બોન્ડ ડેટા સાર્વજનિક કર્યો, આ કંપનીએ સૌથી વધુ આપ્યું ડોનેશન, કોણ છે કંપનીના માલિક

આ પણ વાંચો:નેશનલ કોંગ્રેસ પાર્ટીના નામે ડોનેશન માંગવાનું કૌભાંડ