Business News: આજે બ્લેક મન્ડે (Black Monday) બાદ આજે રોકાણકારો (Investors) ફાયદો થવાની આશા જોઈ રહ્યાં છે. સેન્સેક્સ (Sensex) 1100 પોઈન્ટ વધીને 74300 પર ટ્રેડ થઈ રહ્યો છે. નિફ્ટી (Nifty 50) પણ લગભગ 400 પોઈન્ટ વધીને 22,550 પર ટ્રેડ કરી રહ્યો છે. સેન્સેક્સના તમામ 30 શેરોમાં વધારો જોવા મળી રહ્યો છે. મેટલ અને ઓટો શેરોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે.
બજાર તેજી સાથે ખુલવાના 3 કારણો
એશિયન બજારોમાં જાપાનનો નિક્કી ઇન્ડેક્સ લગભગ 6% વધીને ટ્રેડ થઈ રહ્યો છે, હોંગકોંગ ઇન્ડેક્સ 2% વધ્યો છે. NSE ઇન્ટરનેશનલ એક્સચેન્જ પર ટ્રેડ થતો નિફ્ટી પણ 1.5% વધ્યો છે. આ બજારમાં તેજીનો ટ્રેન્ડ દર્શાવે છે. નિફ્ટી 50 અને સેન્સેક્સના ચાર્ટ ઓવરસોલ્ડ RSI સ્તર દર્શાવે છે. આનાથી શોર્ટ-કવરિંગ અને નવી ખરીદી થવાની અપેક્ષા છે.
7 એપ્રિલના રોજ, ભારતીય શેરબજાર (Stock Market)માં વર્ષનો બીજો સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો. સેન્સેક્સ (Sensex) 2226 પોઈન્ટ (2.95%) ઘટીને 73,137 પર બંધ થયો. નિફ્ટી (Nifty 50) 742 પોઈન્ટ (3.24 %) ઘટીને 22161 પર બંધ થયો. અગાઉ 4 જૂન, 2024 ના રોજ, બજારમાં 5.74%નો ઘટાડો થયો હતો.

શેરબજારમાં વેચવાલીથી રોકાણકારોની સંપત્તિમાં લગભગ 15 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે. શુક્રવાર, 4 એપ્રિલના રોજ BSE પર લિસ્ટેડ કંપનીઓ (Listed companies)નું કુલ માર્કેટ કેપ 404 લાખ કરોડ રૂપિયા હતું, જે સોમવારે બજાર બંધ થયા પછી ઘટીને લગભગ 389 લાખ કરોડ રૂપિયા થઈ ગયું. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) વિશ્વભરના દેશો પર ભારે ટેરિફ લાદી દીધા છે. આ પછી, ઘણા દેશોએ અમેરિકા પર ટેરિફ વધારીને બદલો લીધો છે. આમાં ચીન અને કેનેડા જેવા દેશોનો સમાવેશ થાય છે. ટેરિફ (Tariff)માં વધારા સાથે, વિશ્વભરમાં વેપાર યુદ્ધ ચરમસીમાએ પહોંચવાની સંભાવના છે. આનાથી સમગ્ર વિશ્વમાં ફુગાવો અને મંદીના જોખમમાં વધારો થયો છે. આના કારણે બજારમાં ભારે ઘટાડો થયો હતો.
![]()
આ પણ વાંચો:શેરબજારમાં ઘટાડો ચિંતાનો વિષય નથી, લાંબાગાળા માટે સારૂં છે: ડોનાલ્ડ ટ્રમ્પ
આ પણ વાંચો:ભારતીય શેરમાર્કેટ માટે આજે ‘બ્લેક મન્ડે’, નિફટી 1750 પોઈન્ટ ગગડ્યો
