Business News: આજે પ્રી-ઓપનિંગ (Pre-Opening)માં સેન્સેક્સ (Sensex) 3000 થી વધુ નીચે, નિફ્ટી 1100 નીચે ગયો છે. નિફ્ટી (Nifty)થી લઈને એશિયન બજારો (Asian Market) સુધી બધામાં 9 ટકા સુધી ઘટાડો થયો છે. શેરબજાર (Stock Market)ના રોકાણકારો (Investors) માટે આજનો દિવસ ‘બ્લેકમન્ડે’ (Black Monday) બન્યો છે. ભારતીય ઇક્વિટી સૂચકાંકો (Indexes), સેન્સેક્સ અને નિફ્ટી 50 નો પ્રારંભિક સૂચક, GIFT નિફ્ટીમાં 1750થી વધુ, સેન્સેક્સ 3000 પોઈન્ટથી વધુ તૂટ્યો છે.
આ બેન્ચમાર્ક ઇન્ડેક્સ 4 માર્ચના તેના નીચલા સ્તર 21,964 ની નજીક ખુલવાની શક્યતા દર્શાવે છે. આનો અર્થ એ થયો કે આજે બજારમાં અરાજકતા રહેશે. તમને જણાવી દઈએ કે નિફ્ટી 50 એ 4 માર્ચે 21,964 નું તેનું સૌથી નીચું સ્તર બનાવ્યું હતું, ત્યારબાદ તેમાં 1,900 પોઈન્ટની રિકવરી જોવા મળી હતી. શુક્રવારના બંધ સુધીમાં ઇન્ડેક્સમાં 50% રિકવરીનો ઘટાડો થયો હતો. એશિયન બજારોમાં ઈન્ડેક્સ કોરિયાનો કોસ્પી 4.50 ટકા, ચીનનો શાંઘાઈ 6.50 ટકા, જાપાનનો નિક્કેઈ 6 ટકા તેમજ હોંગકોંગનો 10 ટકા ઈન્ડેક્સ ઘટ્યો છે.

વિશ્વભરના બજારોમાં વેચાણ
ભારત સહિત વિશ્વભરના બજારોમાં મોટી વેચવાલી જોવા મળી રહી છે. યુએસ માર્કેટ S&P 500 ફ્યુચર્સ ટ્રેડિંગમાં 4.31 ટકા ઘટ્યા છે, જ્યારે Nasdaq ફ્યુચર્સ 5.45 ટકા ઘટ્યા છે. જાપાનનો નિક્કી 7.8 ટકા ઘટીને 2023 ના નીચલા સ્તરે પહોંચ્યો. દક્ષિણ કોરિયામાં 4.6 ટકાનો ઘટાડો થયો. હોંગકોંગનો હેંગ સેંગ ઇન્ડેક્સ અને તાઇવાનનો બેન્ચમાર્ક 10 ટકા ઘટ્યો છે.
વિશ્વભરના બજારોમાં આટલો મોટો ઘટાડો કેમ?
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) વિશ્વભરના દેશો પર ભારે ટેરિફ લાદી દીધા છે. આ પછી, ઘણા દેશોએ અમેરિકા પર ટેરિફ વધારીને બદલો લીધો છે. આમાં ચીન અને કેનેડા જેવા દેશોનો સમાવેશ થાય છે. ટેરિફ (Tariff)માં વધારા સાથે, વિશ્વભરમાં વેપાર યુદ્ધ ચરમસીમાએ પહોંચવાની સંભાવના છે. આનાથી સમગ્ર વિશ્વમાં ફુગાવો અને મંદીના જોખમમાં વધારો થયો છે. આના કારણે બજારમાં ભારે ઘટાડો થયો છે.
આ પણ વાંચો:શેરબજારમાં ઘટાડો ચિંતાનો વિષય નથી, લાંબાગાળા માટે સારૂં છે: ડોનાલ્ડ ટ્રમ્પ
આ પણ વાંચો:ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને ટેરિફમાં રાહત આપી, કુલ 16 દેશોને મુક્તિ; ચીન માટે નહીં
