World News/ અમેરિકા ગ્રીન કાર્ડના નિયમો પર DHS ની મોટી સ્પષ્ટતા, જાણો કોને ભારત પાછા ફરવું પડશે

અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટી (DHS) દ્વારા ગ્રીન કાર્ડ(Green Card) પ્રોસેસિંગના નવા નિયમો પર મહત્વની સ્પષ્ટતા કરવામાં આવી છે. H-1B અને F-1 વિઝા ધારકો પર થનારી અસર વિશે વાંચો સંપૂર્ણ અહેવાલ.

international Top Stories World
Green Card

US Green Card Policy 2026: અમેરિકાના ઇમિગ્રેશન કાયદામાં તાજેતરમાં જાહેર કરાયેલા એક નિયમે હજારો પ્રવાસીઓની ચિંતા વધારી દીધી હતી. યુએસસીઆઇએસ (USCIS) ના એક નિર્દેશ બાદ એવી આશંકા સેવાઈ રહી હતી કે તમામ ગ્રીન કાર્ડ અરજદારોએ હવે પરમેનન્ટ રેસિડેન્સી મેળવવા માટે ફરજિયાતપણે અમેરિકા છોડીને પોતાના દેશમાં કોન્સ્યુલર પ્રોસેસિંગ માટે જવું પડશે. જો કે, આ વધતા વિવાદ વચ્ચે ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટી (DHS) એ સત્તાવાર સ્પષ્ટતા કરીને ઇમિગ્રન્ટ્સને મોટી રાહત આપી છે.

કામચલાઉ વિઝાના દુરુપયોગને રોકવા માટે Green Card

અગાઉની વ્યવસ્થા મુજબ, અમેરિકામાં કાયદેસર રીતે રહેતા વિદેશી નાગરિકો ત્યાં રહીને જ ‘એડજસ્ટમેન્ટ ઓફ સ્ટેટસ’ (Adjustment of Status) દ્વારા ગ્રીન કાર્ડ મેળવી શકતા હતા. નવી પોલિસી અનુસાર, હવે ઘણા ઇમિગ્રન્ટ્સને ગ્રીન કાર્ડ પ્રોસેસિંગ પૂર્ણ કરવા માટે તેમના માતૃભૂમિ પરત ફરવું પડી શકે છે. USCIS ના પ્રવક્તા ઝેક કાહલરના જણાવ્યા અનુસાર, જે લોકો કામ કે અભ્યાસ માટે કામચલાઉ વિઝા (જેમ કે H-1B, F-1, H-4) પર અમેરિકા આવે છે, તેઓ આ વિઝાનો દુરુપયોગ ન કરે અને કાયદાના મૂળ હેતુ મુજબ દેશ છોડીને જ ગ્રીન કાર્ડની પ્રક્રિયા પૂર્ણ કરે તેવો આ ફેરફારનો મુખ્ય ઉદ્દેશ્ય છે.

કોણે દેશ છોડવો નહીં પડે?

ડીએચએસ (DHS) એ સ્પષ્ટ કર્યું છે કે આ કોઈ સંપૂર્ણ ‘પોલિસી શિફ્ટ’ નથી, પરંતુ અધિકારીઓને(Green Card) કાયદાના મૂળ ઉદ્દેશ્યની યાદ અપાવવાનો પ્રયાસ છે, તેથી તમામ અરજદારોને દેશ છોડવો પડે તે જરૂરી નથી. અધિકારીઓને દરેક કેસની વ્યક્તિગત રીતે તપાસ કરવાની સત્તા આપવામાં આવી છે. જે અરજદારો નીચે મુજબની કેટેગરીમાં આવે છે તેમને અમેરિકામાં રહીને જ પ્રક્રિયા કરવાની મંજૂરી મળી શકે છે:

આર્થિક લાભ: જો અરજદાર અમેરિકાની અર્થવ્યવસ્થામાં ખૂબ જ નોંધપાત્ર અને મોટું યોગદાન આપી રહ્યા હોય.

રાષ્ટ્રીય હિત (National Interest): જે અરજદારો અમેરિકાના રાષ્ટ્રીય હિત અને સુરક્ષા સાથે જોડાયેલા મહત્વપૂર્ણ કાર્યોમાં સામેલ હોય.

જેઓ આ કેટેગરીમાં નથી આવતા, તેમને વ્યક્તિગત સંજોગોના આધારે વિદેશ જઈને અરજી કરવાનું કહેવામાં આવી શકે છે, જેના કારણે હવે ગ્રીન કાર્ડ (Green Card) અરજીઓની સ્ક્રૂટીની (ચકાસણી) ખૂબ જ વધી જશે.


આ પણ વાંચો : યુરોપના સૌથી મોટા પરમાણુ પ્લાન્ટ પર ડ્રોન હુમલો, રશિયાના આરોપ પર યુક્રેનનો મોટો પલટવાર

આ પણ વાંચો : અમેરિકાએ ઇરાનનું 1 અબજ ડોલરનું ક્રિપ્ટો ફંડ કર્યું જપ્ત, ઓપરેશન ઇકોનોમિક ફ્યુરીથી તૂટી કમર

આ પણ વાંચો : ફિલિસ્તીની કેદીઓ સાથે જેલમાં અત્યાચારના અહેવાલથી ભડક્યું ઇઝરાયલ, યુએન સાથે સંબંધો તોડ્યા!