Ukraine Nuclear Plant Attack 2026: યુરોપના (Europe) સૌથી મોટા અને સંવેદનશીલ ન્યૂક્લિયર પાવર પ્લાન્ટ ‘ઝાપોરિઝ્ઝ્યા’ (Zaporizhzhia) પર ફરી એકવાર પરમાણુ સંકટના વાદળો ઘેરાયા છે. રશિયાની સરકારી ન્યૂક્લિયર કંપની રોસાટોમે દાવો કર્યો છે કે શનિવારે યુક્રેનના એક કામિકાઝે ડ્રોને આ પ્લાન્ટને નિશાન બનાવીને ભયાનક હુમલો કર્યો છે. જો કે, બીજી તરફ યુક્રેનના સૈન્યએ રશિયાના આ તમામ દાવાઓને પાયાવિહોણા ગણાવીને સંપૂર્ણપણે નકારી કાઢ્યા છે અને તેને માત્ર રશિયન પ્રોપેગન્ડા ગણાવ્યો છે.
પાવર યુનિટ નંબર 6 ની ઇમારત પર વિસ્ફોટ
રોસાટોમના વડા એલેક્સી લિખાચેવે ઘટનાની વિગતો આપતા જણાવ્યું હતું કે, બપોરના સમયે યુક્રેનના એક ઘાતક કામિકાઝે ડ્રોને ન્યૂક્લિયર પ્લાન્ટના પાવર યુનિટ નંબર 6 ની ટર્બાઇન હોલ ઇમારત પર હુમલો કર્યો હતો, જેના કારણે ત્યાં જોરદાર વિસ્ફોટ થયો હતો. રશિયાના મતે, આ હુમલો જાણીજોઈને મોટી પરમાણુ હોનારત સર્જવાના ઈરાદાથી કરવામાં આવ્યો હતો. જો કે, વૈશ્વિક રાહતની વાત એ છે કે આ ઘટનામાં ન્યૂક્લિયર પ્લાન્ટના કોઈ પણ મુખ્ય કે કિરણોત્સર્ગી સાધનોને નુકસાન થયું નથી, પરંતુ વિસ્ફોટના કારણે ટર્બાઇન હોલની મુખ્ય દીવાલમાં એક મોટું કાણું પડી ગયું છે.
યુક્રેનનો પલટવાર અને પરમાણુ દુર્ઘટનાનો ભય(Europe)
સામે પક્ષે યુક્રેનની સેનાએ આ આક્ષેપોનો (Europe) સખત વિરોધ કરતા કહ્યું છે કે, યુક્રેનિયન સૈનિકો આંતરરાષ્ટ્રીય માનવીય કાયદાનું કડક પાલન કરે છે અને ન્યૂક્લિયર સુવિધાઓને નિશાન બનાવવાથી થતી વૈશ્વિક અસરો વિશે સારી રીતે જાગૃત છે. યુક્રેનનું કહેવું છે કે, જે પ્લાન્ટની વાત કરવામાં આવી રહી છે ત્યાં કોઈ જ પ્રકારની સક્રિય લડાઈ ચાલુ નથી અને તેમના દ્વારા કોઈ હથિયાર વપરાયું નથી.
ઉલ્લેખનીય છે કે, આ ઝાપોરિઝ્ઝ્યા(Europe) પ્લાન્ટ માર્ચ 2022 થી રશિયાના લશ્કરી કબજામાં છે અને તે રશિયા-યુક્રેન યુદ્ધના મોરચાની અત્યંત નજીક આવેલો છે. છેલ્લા ચાર વર્ષથી ચાલતા આ ભયાનક યુદ્ધમાં આ પ્લાન્ટ પર અવારનવાર હુમલાના આરોપો લાગતા રહ્યા છે, જે સમગ્ર વિશ્વ માટે કોઈ મોટી પરમાણુ દુર્ઘટનાનો સતત ભય ઊભો કરી રહ્યો છે.
આ પણ વાંચો : ફિલિસ્તીની કેદીઓ સાથે જેલમાં અત્યાચારના અહેવાલથી ભડક્યું ઇઝરાયલ, યુએન સાથે સંબંધો તોડ્યા!
આ પણ વાંચો : નદીઓ અને જંગલો વચ્ચે AI અને ડ્રોનથી થશે દેશની રક્ષા, જાણો શું છે બાંગ્લાદેશ બોર્ડરનો સ્માર્ટ પ્લાન
આ પણ વાંચો : રસોડામાં દેખાતા વંદા ચીનમાં રાતોરાત અબજોની કમાણી કેમ કરાવી રહ્યા છે? કારણ જાણીને ચોંકી જશો!
