કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનના જોખમને જોતા દિલ્હી સરકારે મોટો નિર્ણય લીધો છે. અહીં GRAP (ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન) લાગુ કરવામાં આવ્યો છે. એટલે કે હવે દિલ્હીમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. જેની અંદર અનેક નિયંત્રણો લાગુ થશે.
આ પણ વાંચો : ક્રિકેટ બાદ રાજકારણમાં દિનેશ મોંગિયાએ કરી એન્ટ્રી, ભાજપમાં જોડાયા
આપને જણાવી દઈએ કે દેશભરમાં ઓમિક્રોનના કુલ 653 કેસ નોંધાયા છે. તેમાંથી 165 માત્ર દિલ્હીમાં છે. દિલ્હીની કેજરીવાલ સરકારે જુલાઈ 2021માં કોરોનાના ત્રીજા લહેરનો સામનો કરવા માટે GRAP તૈયાર કરી હતી. આ અંતર્ગત દિલ્હીમાં લોકડાઉન ક્યારે લાગુ કરવામાં આવશે, ક્યારે શું બંધ રહેશે અને ક્યારે ખુલ્લું રહેશે તે અંગે સ્પષ્ટતા કરવામાં આવી હતી.
As the COVID19 positivity rate has been above 0.5% for the past few days, we are enforcing Level-I (Yellow alert) of the Graded Response Action Plan. A detailed order on restrictions to be implemented will be released soon: Delhi CM Arvind Kejriwal pic.twitter.com/tkJ9WtMaSz
— ANI (@ANI) December 28, 2021
GRAP હેઠળ લાદવામાં આવેલા પ્રતિબંધોની અસર શાળા, મેટ્રો, બસ સેવા તેમજ જિમ, બેન્ક્વેટ હોલ પર પડે છે. અત્યારે તો ઓફિશિયલ ઓર્ડર લાગુ થશે પરંતુ તમને જણાવી દઈએ કે જો યલો એલર્ટ લાગુ કરવામાં આવે છે તો શું પ્રતિબંધો છે –
દિલ્હીમાં યલો એલર્ટ લાગુ…
રાત્રે 10 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યુ લાગુ રહેશે
વિકેન્ડ કર્ફ્યુ લાગુ થશે નહીં
ઓડ-ઇવન નિયમ હેઠળ, બિન-આવશ્યક સેવાઓ અથવા માલસામાન સાથેની દુકાનો અને મોલ સવારે 10 થી રાત્રે 8 વાગ્યા સુધી ખુલશે.
શાળાઓ, કોલેજો, શૈક્ષણિક સંસ્થાઓ અને કોચિંગ સંસ્થાઓ બંધ રહેશે
બાંધકામનું કામ ચાલુ રહેશે, ઉદ્યોગ ચાલુ રહેશે
રેસ્ટોરન્ટ્સ 50% ક્ષમતા સાથે ખુલશે, પરંતુ સવારે 8 થી રાત્રે 10 વાગ્યા સુધી
બાર પણ 50% ક્ષમતા સાથે ખુલશે, પરંતુ બપોરે 12 થી 10 વાગ્યા સુધી
સિનેમા હોલ અને મલ્ટીપ્લેક્સ બંધ રહેશે – બેન્ક્વેટ હોલ, ઓડિટોરિયમ બંધ રહેશે
હોટેલો ખુલ્લી રહેશે, હોટેલની અંદર ભોજન સમારંભ અને કોન્ફરન્સ હોલ બંધ રહેશે.
સલૂન અને બ્યુટી પાર્લર ખુલ્લા રહેશે
સ્પા, જીમ, યોગ સંસ્થા અને મનોરંજન પાર્ક બંધ રહેશે
આઉટડોર યોગને મંજૂરી આપવામાં આવશે
દિલ્હી મેટ્રો 50% સીટ કેપેસિટી સાથે ચાલશે, સ્ટેન્ડિંગને મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં
એક રાજ્યથી બીજા રાજ્યમાં જતી બસો 50% બેઠક ક્ષમતા સાથે દોડશે
ઓટો, ઇ-રિક્ષા, ટેક્સી અને સાઇકલ રિક્ષામાં માત્ર 2 મુસાફરોને જ મુસાફરી કરવાની મંજૂરી છે.
સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, સ્ટેડિયમ અને સ્વિમિંગ પુલ બંધ રહેશે. જોકે રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય રમતોનું આયોજન કરી શકાય છે
સાર્વજનિક ઉદ્યાનો ખુલ્લા રહેશે
લગ્ન સમારોહ અને અંતિમ સંસ્કારમાં ફક્ત 20 લોકોને જ આવવાની મંજૂરી આપવામાં આવશે.
સામાજિક, રાજકીય, ધાર્મિક, તહેવાર અને મનોરંજન સંબંધિત પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ (હજુ ચાલુ છે)
ધાર્મિક સ્થળો ખુલ્લા રહેશે, પરંતુ ભક્તોના પ્રવેશ પર પ્રતિબંધ રહેશે
જો સ્થિતિ વધુ વણસે તો દિલ્હી સરકારે તે મુજબ પ્લાન તૈયાર કર્યો છે. જો ચેપ દર 1 ટકાથી વધુ હોય તો લેવલ-2 એટલે કે એમ્બર એલર્ટ, લેવલ-3 એટલે કે 2 ટકાથી વધુ હોય તો ઓરેન્જ એલર્ટ અને લેવલ-4 એટલે કે 5 ટકાથી વધુ હોય તો રેડ એલર્ટ જારી કરવામાં આવશે.
આ પણ વાંચો :સોમાલિયાના રાષ્ટ્રપતિએ ભ્રષ્ટાચારના આરોપ મામલે વડાપ્રધાન મોહમ્મદ હુસૈનને પદ પરથી હટાવ્યા
આ પણ વાંચો :કોરોનાજંગ સામે વધુ બે રસી-દવાને મંજૂરી, કેન્દ્રી આરોગ્યમંત્રી માંડવિયાએ ટ્વીટ કરી આપી માહિતી
આ પણ વાંચો :કોંગ્રેસના સ્થાપના દિવસ નિમિત્તે સોનિયા ગાંધીએ સંબોધનમાં શુ કહ્યું જાણો વિગત…..
