Israel News : પશ્ચિમ એશિયામાં Flydubai Flight (ફ્લાયદુબઈ ફ્લાઇટ) સાથે જોડાયેલી એક ગંભીર ઘટનાએ ચિંતા વધારી છે. યુએઈથી ઇઝરાયલ જઈ રહેલી ફ્લાઇટે બુધવારે ઇમરજન્સી સિગ્નલ મોકલ્યા બાદ સાઉદી અરેબિયામાં સુરક્ષિત લેન્ડિંગ (Saudi Arabia Landing)કર્યું હતું. પ્રાથમિક અહેવાલો અનુસાર, ફ્લાઇટના કોકપીટમાં એક પાઇલટ અને બીજા પાઇલટ વચ્ચે હિંસક ઘર્ષણ થયું હતું.
Flydubai Flight : કોકપીટમાં અચાનક સર્જાયો હંગામો
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફ્લાઇટ દરમિયાન મુસાફરોએ કોકપીટ તરફથી બૂમાબૂમ અને ચીસોના અવાજ સાંભળ્યા હતા. થોડા સમય બાદ કોકપીટનો દરવાજો ખુલ્યો ત્યારે અંદર લોહી જોવા મળ્યું હોવાનો દાવો એક મુસાફરે કર્યો છે.
અહેવાલો મુજબ, એક પાઇલટ પર ફોલ્ડિંગ છરીથી હુમલો (Pilot Attack) કરવામાં આવ્યો હતો. ઘટનાની ચોક્કસ વિગતો અંગે હજુ સત્તાવાર તપાસ ચાલી રહી છે.
મુસાફરે બતાવી હિંમત
આ ઘટનામાં એક ઇઝરાયલી મુસાફરે હિંમત બતાવી હોવાના અહેવાલો સામે આવ્યા છે. ઇઝરાયલી મીડિયામાં સામે આવેલી તસવીરોમાં આ મુસાફરની ટી-શર્ટ લોહીથી ખરડાયેલી જોવા મળી હતી.

અહેવાલો અનુસાર, મુસાફરે ક્રૂના સભ્યો સાથે મળીને હુમલાખોર પાઇલટને કાબૂમાં લેવામાં મદદ કરી હતી. આ દરમિયાન વિમાનમાં સવાર આશરે 180 લોકોની સુરક્ષા માટે મુસાફરો અને ક્રૂએ મહત્વની ભૂમિકા ભજવી હોવાનું જણાવાઈ રહ્યું છે.
ઇમરજન્સી લેન્ડિંગથી મોટી ઘટના ટળી
Emergency Landing (ઇમરજન્સી લેન્ડિંગ) બાદ વિમાનને સાઉદી અરેબિયામાં સુરક્ષિત રીતે ઉતારવામાં આવ્યું હતું. ઇઝરાયલી અધિકારીઓ દ્વારા મુસાફરોની સુરક્ષા માટે જરૂરી વ્યવસ્થા કરવામાં આવી રહી હોવાની માહિતી આપવામાં આવી હતી.
કેટલાક અહેવાલોમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે એક પાઇલટે વિમાનનું નિયંત્રણ મેળવી તેને અચાનક નીચે લાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, આ દાવાની સત્તાવાર રીતે સંપૂર્ણ પુષ્ટિ હજુ થઈ નથી.
9/11 જેવી ઘટનાની શક્યતા અંગે તપાસ
ઘટનાને લઈને 9/11 Attack (9/11 હુમલો) જેવી કોઈ યોજના હતી કે નહીં તે અંગે પણ ચર્ચા શરૂ થઈ છે. એક ઇઝરાયલી અધિકારીએ જણાવ્યું હોવાનું મીડિયા અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે પાઇલટનો ચોક્કસ ઇરાદો હજુ સ્પષ્ટ નથી.
વિમાન હાઇજેક કરવાનો પ્રયાસ હતો, તેને ક્રેશ કરવાનો ઇરાદો હતો કે અન્ય કોઈ હેતુ હતો તે જાણવા માટે તપાસ ચાલી રહી છે. ઘટનામાં સામેલ પાઇલટની પૂછપરછ કરવામાં આવી રહી છે.
ઇઝરાયલી વડાપ્રધાન કાર્યાલયે પણ ઘટનાક્રમ પર નજર રાખવામાં આવી રહી હોવાનું જણાવ્યું છે. જોકે, સમગ્ર ઘટનાની અંતિમ હકીકત સત્તાવાર તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે.
