Ahmedabad News/ અમરેલીમાં પ્લેન એરપોર્ટ પરથી ઉતર્યુ, પાયલોટનો આબાદ બચાવ

અમદાવાદમાં જૂન મહિનામાં બનેલી પ્લેન ક્રેશના ઘટના હજી પણ જનમાનસ પર છવાયેલી છે. ફક્ત અમદાવાદ જ નહીં આખુ ગુજરાત અને આખો દેશ આ દુર્ઘટનાને ભૂલ્યો નથી. આ સમયે અમરેલીના એરપોર્ટ પર મોટી દુર્ઘટના બનતાં-બનતાં રહી ગઈ છે.

Gujarat Top Stories Others Breaking News

Amreli News: અમદાવાદમાં જૂન મહિનામાં બનેલી પ્લેન ક્રેશના ઘટના હજી પણ જનમાનસ પર છવાયેલી છે. ફક્ત અમદાવાદ જ નહીં આખુ ગુજરાત અને આખો દેશ આ દુર્ઘટનાને ભૂલ્યો નથી. આ સમયે અમરેલીના એરપોર્ટ પર મોટી દુર્ઘટના બનતાં-બનતાં રહી ગઈ છે. અમરેલીના એરપોર્ટ પર ટ્રેનિંગ સેન્ટરનું પ્લેન દુર્ઘટનાગ્રસ્ત બન્યું હતું.  અમરેલી એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન પ્લેન રનવે પરથી ઉતરી ગયું હતું.

આ દુર્ઘટનામાં ટ્રેઇની પાયલોટનો આબાદ બચાવ થયો છે. અગાઉ પણ અમરેલીના ગરીયા વિસ્તારમાં આ પ્રકારની દુર્ઘટના બની હતી. મળતી માહિતી પ્રમાણે અમરેલી એરપોર્ટ પર ટ્રેનિંગ સેન્ટરનું એક પ્લેન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. વરસાદી માહોલ હોવાને કારણે પ્લેન લેન્ડિંગ દરમિયાન રન વે પરથી ઉતરી ગયું હતું. આ દુર્ઘટનામાં ટ્રેઈની પાયલટનો આબાદ બચાવ થયો છે. સમગ્ર ઘટનાને લઈને એરપોર્ટની ટેકનિકલ ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. પ્લેન કેવી રીતે રનવે પરથી ઉતરી ગયું તે સહિતની તપાસ હાથ ધરવામાં આવી છે.

પ્લેન ક્રેશમાં એકનું મોત

ઉલ્લેખનીય છે કે અગાઉ અમરેલીના ગિરિયા રોડ ઉપર રહેણાક વિસ્તારમાં ખાનગી ટ્રેઈનિંગ કંપનીનું પ્લેન ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં અમદાવાદના ટ્રેઈની પાઇલટનું મોત થયું હતું. વિઝન ફ્લાઇંગ ઇન્સ્ટિટ્યુટનું પ્લેન ક્રેશ થયા પછી બ્લાસ્ટ થયો હતો. પ્લેન ક્રેશ થતાં જ બ્લાસ્ટ થયો હતો. જેના પગલે આસપાસના વિસ્તારોમાં અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટનામાં આગળ કઈ કાર્યવાહી થઈ તેના કોઈ રિપોર્ટ જાહેર થયા નથી, હવે આ દુર્ઘટના સર્જાઈ તેના રિપોર્ટ પણ ક્યારે કરવામાં આવશે તે સવાલ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: Amreli News/વડીયાના તોરી ગામે ગ્રામ પંચાયતે ખેડૂતોએ કર્યો હોબાળો, વ્હાલા દવલાની નીતિ ના આક્ષેપ

આ પણ વાંચો: Amreli News/અમરેલીમાં યુવકનો યુવતી ઉપર છરી વડે હુમલો

આ પણ વાંચો: Amreli News/ડામરથી લઈને રી-કાર્પેટ રોડમાં હલકી ગુણવત્તાનો આરોપ, અમરેલીમાં ભાજપના નેતાએ ખોલી પોલ