Navratri News/ વરસાદના કારણે ગુજરાતના મોટાભાગના શહેરોમાં ગરબા રદ

ગરબાની રંગતમાં આ વખતે વરસાદે રીતસરનો ભંગ પાડ્યો છે. આખા ગુજરાતમાં રવિવાર હોઈ ગરબા રસિકોમાં ગરબાની રંગત માણવાની અનોખી તક હતી. ખેલૈયાઓ તો રીતસર ઉત્સાહથી થનગનતા હતા. પણ અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિત અનેક શહેરોમાં ખેલૈયાઓ કોઈ ખેલ કરે તે પહેલાં વરસાદે ખેલ કરી નાખ્યો છે.

Top Stories Ahmedabad Gujarat

Navratri News: ગરબાની રંગતમાં આ વખતે વરસાદે રીતસરનો ભંગ પાડ્યો છે. આખા ગુજરાતમાં રવિવાર હોઈ ગરબા રસિકોમાં ગરબાની રંગત માણવાની અનોખી તક હતી. ખેલૈયાઓ તો રીતસર ઉત્સાહથી થનગનતા હતા. પણ અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિત અનેક શહેરોમાં ખેલૈયાઓ કોઈ ખેલ કરે તે પહેલાં વરસાદે ખેલ કરી નાખ્યો છે.

આમ ખેલૈયાની રમવાની રંગત પર વરસાદી પાણી ફરી વળ્યું છે. વરસાદ પણ ઝાપટું પડ્યું હોય તેટલો નહીં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદના કારણે ગરબાના મેદાનની હાલત બગડી જતા મોટાભાગના ગરબા આયોજકોએ ગરબા રદ કરવાની જાહેરાત કરી છે.

અમદાવાદમાં ફક્ત ડોમમાં આયોજિત ગરબા જ ચાલુ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. આમ અમદાવાદમાં આદિત્ય ગઢવી અને જિગરદાન ગઢવીના ગરબા ચાલુ રહેશે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં અલગ અલગ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

અમદાવાદમાં રદ ગરબા

દાંડિયા ડ્રીમલેન્ડ (મણિનગર)

રેડ વેલ્વેટ (શેલા)

શેરી ગરબા મહોત્સવ (બોપલ)

દીવી મંડળી (વૈષ્ણોદેવી)

ઉદગમના ગરબા (સ્વર્ણ પાર્ટી લોન)

મધરાત્રિ ધ મંડલી ગરબા, થલતેજ-હેબતપુર રોડ

નવરંગી નવરાત્રિ, કર્ણાવતી ક્લબ, મૂલાસણ

ખોડલધામ પારિવારિક નવરાત્રિ મહોત્સવ, નિકોલ

પ્રોબઝ ગરબા એન્ડ મંડલી, LJ યુનિ. નજીક, SG હાઈવે

વડોદરા

યુનાઇટેડ વે ઓફ બરોડા

લક્ષ્મી વિલાસ પેલેસ

વડોદરા નવરાત્રિ ફેસ્ટિવલ

ગાંધીનગર

ફ્યુચર વીથ કલ્ચર(ગિફ્ટ સિટી)

સુરત

ખોડલધામ પારિવારિક નવરાત્રિ મહોત્સવ-2025

અમદાવાદમાં મોટાભાગના પાર્ટી પ્લોટોના ગરબાને રદ કરવામાં આવ્યા છે ત્યારે SG હાઇવે પર YMCA ક્લબની સામે સ્વર્ણિમ નગરી AC ડોમ ગરબા યોજાશે. જીગરદાન ગઢવી પોતાના સુરમાં ખેલૈયાઓને ડોલાવશે. એસી ડોમમાં 15 હજાર ખેલૈયાઓ રમી શકે તેટલી કેપેસિટી રાખવામાં આવેલી છે. ગરબા આયોજકો દ્વારા અત્યારે ઓફલાઈન એટલે કે સ્થળ પરથી ટિકિટ વેચાણ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઓનલાઇન ટિકિટનું જ વેચાણ ચાલુ છે. રાત્રે 9:30 વાગ્યે ગરબા શરૂ કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: Ahmedabad News/બોપલ ગરબામાં હુમલો: ટિકિટ વિવાદે નવરાત્રીની ઉજવણીમાં પાડી ખલેલ, પાંચની ધરપકડ

આ પણ વાંચો: Ahmedabad News/અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસ્યો વરસાદ આજે ખેલૈયાઓની મજા બગાડશે મેઘરાજા

આ પણ વાંચો: Gujarat News/નવરાત્રીની ધૂમને વરસાદનો માર: ગુજરાતમાં ગરબા ખેલૈયાઓની મજા બગડી