અમદાવાદના અનેક વિસ્તારોમાં ક્યાંક સામાન્યથી હળવો વરસાદ વરસ્યો છે. જો કે હવામાન વિભાગે અગાઉ પણ નવરાત્રીમાં વરસાદની આગાહી કરી હતી અને તાજેતરની આાગાહીમાં પણ વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.
હાવ નવરાત્રીનો માહોલ પુરજોશમાં ખીલ્યો છે, અને ખેલૈયાઓ મોડી રાત સુધી ગરમે ઘુમી રહ્યા છે… આ બધા વચ્ચે સમગ્ર રાજ્યની સાથે અમદાવાદમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે અમદાવાદના અનેક વિસ્તારોમાં ક્યાંક સામાન્યથી હળવો વરસાદ નોંધાયો છે.. આમ ખુબજ સરસ રીતે જામેલી નવરાત્રીના મધ્યમાં જ ખેલૈયાઓના રંગમાં ભંગ પડે તેવી સ્થિતિ ઉભી થઇ છે.
હવામાન વિભાગે માહિતી મુજબ, આજે સુરત, નવસારી, વલસાડ જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, તાપી, ડાંગ, છોટા ઉદેપુર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે 18 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરાયું છે. જેમાં ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લી, મહેસાણા, સાબરકાંઠા, પાટણ, બનાસકાંઠા જિલ્લામાં યલ્લો એલર્ટ અપાયું છે. આ દરમિયાન છૂટાછવાયા સ્થળો પર મધ્યમ મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતાઓ છે અને પવનની ગતિ 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની આગાહી કરવામાં આવી છે.
______________________________________________________________________________________________________
આ પણ વાંચો: Gujarat News/ગુજરાતમાં 957 કરોડ રૂપિયાનો ધુમાડો,છતાં વાયુ,જળમાં પ્રદૂષણ
આ પણ વાંચો: Gujarat News/નવરાત્રીની ધૂમને વરસાદનો માર: ગુજરાતમાં ગરબા ખેલૈયાઓની મજા બગડી
આ પણ વાંચો: Gujarat News/ગુજરાતમાં સાયબર ફ્રોડ કરનારાઓ સામે કાર્યવાહી… પીડિતોને 5.51 કરોડ રૂપિયા પરત
