પાકિસ્તાનના આતંકી સંગઠનો સાથે મળીને દેશ વિરુદ્ધ યુદ્ધ છેડવા અને કાશ્મીર ઘાટીમાં નફરત ફેલાવવાના મામલામાં મહિલા આતંકી આસીયા અંદ્રાબી અને એના બે સહયોગીઓને 10 દિવસની એનઆઈએ રિમાન્ડ પર મોકલી દેવામાં આવ્યા છે. એનઆઈએ દ્વારા ત્રણે વિરુદ્ધ એપ્રિલ,2018માં મામલો દખલ કરવામાં આવ્યો હતો.

એનઆઈએ શુક્રવારે પટીયાલા હાઉસ કોર્ટની જીલ્લા અને સત્ર ન્યાયાધીશ પૂનમ બાંબા સમક્ષ અંદ્રાબી, સોફી ફહમિદા અને નહીદા નસરીનને પેશ કરીને 15 દિવસના રિમાન્ડ માંગ્ય હતા. એજન્સીએ કહ્યું કે આસીયા પ્રતિબંધિત સંગઠન દુખ્તરાન-એ-મિલ્લતની પ્રમુખ છે. હાલ સુધીની તપાસમાં તેમને દેશ વિરુદ્ધ યુદ્ધ છેડવાની સાઝીશ માં શામેલ હોવાનું જાણવા મળ્યું છે. એનઆઈએ આગળની પુછપરછ કરશે.
એજન્સીએ કોર્ટને જણાવ્યું કે ત્રણે પાસેથી મોટી સંખ્યામાં એવા વીડિઓ અને ફોટો જપ્ત કરવામાં આવ્યા છે. જેમાં ધર્મના આધાર પર અશાંતિ અને અલગાવ ફેલાવવાની સાઝીશનો ખુલાસો થાય છે. બચાવપક્ષના વકીલ સતીશ ટમટાએ કહ્યું કે જપ્ત કરવામાં આવેલા વિડીઓ અને ફોટો વર્ષોથી ફેસબુક સહીત કેટલીક સોશિયલ સાઈટ પર મળી રહે છે. એમણે સવાલ ઉઠાવ્યો કે આના આધાર પર એનઆઈએ શું પુછપરછ કરવા માંગે છે.

એનઆઈએ આ મહિલા આતંકીઓ અને એમના સંગઠન પર દેશ વિરુદ્ધ યુદ્ધ છેડવાની, અવૈધ ગતિવિધિ રોકથામ અધિનિયમ અને અપરાધિક સાઝીશ સંબંધી કલમોમાં કેસ દાખલ કર્યો છે. શુક્રવારે એનઆઈએ ત્રણે આરોપીઓને મજબુત સુરક્ષા વચ્ચે શ્રીનગરથી દિલ્હી લઈને પહોચી હતી.
