Not Set/ મોદી સરકારની પહેલી કેબિનેટમાં જ ખેડૂતો, દુકાનદારો અને નાન વેપારી, અસંગઠીત કામદારો સહિત વિદ્યાર્થીઓ ને મળી મોટી ભેટ

મોદી સરકારે પોતાની પહેલી કેબિનેટ બેઠકમાં જ ખેડૂતો, દુકાનદારો, વેપારીઓ સહિત વિદ્યાર્થીઓ માટે મોટી ભેટ આપી દીધી છે.  કેન્દ્ર સરકાર દ્રારા ખેડૂતો 6 હજાર રૂપિયાની રાહત, દુકાનદાર, નાના વેપારીઓ અને અસંગઠીત કામદારો માટે 3000 સુધીનું પેન્શન, વિદ્યાર્થી માટે શિષ્યવૃત્તિમાં વધારો, તેમાં પણ શહીદ પોલીસ જવાનનાં બાળકોને વધુ શિષ્યાવૃતિની જાહેરાત કરવામા આવી છે. મોદી સરકારની ગાડી […]

Top Stories India

મોદી સરકારે પોતાની પહેલી કેબિનેટ બેઠકમાં જ ખેડૂતો, દુકાનદારો, વેપારીઓ સહિત વિદ્યાર્થીઓ માટે મોટી ભેટ આપી દીધી છે.  કેન્દ્ર સરકાર દ્રારા ખેડૂતો 6 હજાર રૂપિયાની રાહત, દુકાનદાર, નાના વેપારીઓ અને અસંગઠીત કામદારો માટે 3000 સુધીનું પેન્શન, વિદ્યાર્થી માટે શિષ્યવૃત્તિમાં વધારો, તેમાં પણ શહીદ પોલીસ જવાનનાં બાળકોને વધુ શિષ્યાવૃતિની જાહેરાત કરવામા આવી છે. મોદી સરકારની ગાડી પોતાનાં શપથ બાદનાં પહેલા દિવસથી જ સંપૂર્ણ ટોપ ગીયરમા જોવા મળી રહી છે.

કહી શકાય કે ભાજપ દ્રારા પોતાનાં સંકલ્પપત્રમાં કરેલા વાયદાઓ પૂર્ણ કરવામાં તરફ મોદી સરકારે ચાલવાનું શરૂ કરી દીધું છે અને મોદી સરકાર તમામ વાયદાઓ પૂર્ણ કરવા પ્રતિબદ્ધ છે. લોકસભા ચૂંટણી સમયે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ સંકલ્પપત્ર રજૂ કરી જણાવ્યું હતું કે, જો તેઓ ફરી સત્તામાં આવશે તો સંકલ્પપત્રમાં રજૂ કરવામાં આવેલા મુદ્દાઓને પ્રાથમિકતા આપી પૂર્ણ કરશે. હવે જ્યારે કેન્દ્રમાં ફીર એકબાર મોદી સરકાર બની ગઈ છે, ત્યારે  મોદી સરકારની પહેલી કેબિનેટ બેઠકમાં ૩ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા છે.

મોદી સરકારે પોતાના સંકલ્પ પત્રનો પ્રથમ વાયદો પૂર્ણ કરતા પીએમ કિસાન સન્માન યોજનાનો લાભ વધારવાનો નિર્ણય કર્યો છે. હવેથી દેશના તમામ ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ અત્યાર સુધી ફક્ત લઘુ અને સીમાંત ખેડૂતોને જ આ યોજનાનો લાભ અપાતો હતો. પરંતુ હવેથી તમામ ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે. પહેલા આ યોજના હેઠળ 12 કરોડ ખેડૂતોને વાર્ષિક 6 હજાર રૂપિયા મળવાપાત્ર હતાં. હવે આ યોજના હેઠળ દેશનાં તમામ ખેડૂતોને 6 હજાર રૂપિયાનો લાભ મળશે. આટલું જ નહીં પશુઓનાં પગ અને મોઢાથી જોડાયેલી બીમારીઓથી બચવા રસીકરણનો પૂરો ખર્ચ પણ હવે મોદી સરકાર ઉઠાવશે, 30 કરોડ ગાય-ભેંસ અને 20 કરોડ બકરી-ભૂંડનું રસીકરણ કરવામાં આવશે.

મોદી સરકારે પોતાની પહેલી જ કેબિનેટ બેઠકમાં દેશના તમામ ખેડૂતો સાથે નાના દુકાનદારો અને વેપારીઓને મોટી ભેટ આપી છે. પ્રધાનમંત્રી મોદીજીએ ચૂંટણી પ્રચાર દરમિયાન વચન આપ્યું હતું કે જો તેઓ ફરી સત્તામાં આવ્યાં તો નાના દુકાનદારો અને વેપારીઓ તેમજ અસંગઠીત કામદારો માટે પેન્શન સ્કિમ લાવશે. તો આ સ્કિમ પણ પહેલા દિવસે જ લોન્ચ કરી દેવાઈ છે. આ સ્કિમમાં એવા વેપારીઓનો સમાવેશ કરાશે, જેમનું ટર્નઓવર 1.5 કરોડ રૂપિયાથી ઓછું છે. આ યોજનાથી લગભગ 3 કરોડ નાના દુકાનદારો અને વેપારીઓને લાભ મળશે. પેન્શન યોજના હેઠળ 18થી 40 વર્ષની ઉંમરના લોકોને 60 વર્ષની ઉંમર પછી દર મહિને 3 હજાર રૂપિયા પેન્શન મળશે. તો આ યોજનાનો લાભ તમામ પ્રકારનાં અસંગઠીત કામદારોને પણ મળશે. મોદી સરકાર દ્વારા પીએમ કિસાન પેન્શન યોજના અંતર્ગત ખેડૂતો માટે પણ આ પ્રકારની પેન્શન યોજના લાગુ પાડવામાં આવી છે. આમ પેન્શન યોજનાઓથી તમામ ખેડૂતો, નાના વેપારીઓ, અસંગઠીત કામગારો, દુકાનદારોનાં જીવનસ્તરમાં સુધારો થશે અને તેમને સામાજિક સુરક્ષા મળશે.

મોદી કેબિનેટની પ્રથમ બેઠકમાં એક નિર્ણય વિદ્યાર્થી માટે પણ લેવામાં આવ્યો છે. પીએમ સ્કોલરશિપ યોજના હેઠળ બાળ વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ 2000 થી વધારીને 2500 કરવાનો નિર્ણય લેવાયો છે. તો કિશોરી વિદ્યાર્થીઓની સ્કોલરશીપ 2250 થી વધારીને 3000 કરવામાં આવી છે. આ સાથે જ શહીદ પોલીસ જવાનોનાં બાળકોની શિષ્યવૃત્તિમાં પણ વધારો કરી 3000 કરાય છે. આમ, મોદી સરકાર-૨એ પોતાના કાર્યકાળનાં પ્રથમ દિવસે જ મળેલી બેઠકમાં કામદારો ખેડૂતો, નાના વેપારીઓ અને બાળકો માટે મહત્વપૂર્ણ નિર્ણય લઈ સંકલ્પપત્રમાં કરેલા વાયદાઓ પૂર્ણ કરવામાં દાખવેલી પ્રતિબદ્ધતાનો પરચો આપ્યો છે.