મંગળવારે પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહને દિલ્હીની ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ (એઈમ્સ) હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. એઈમ્સ હોસ્પિટલનાં અધિકારીએ જણાવ્યું કે, એઈમ્સનાં ડૉક્ટર્સે તેમની સંપૂર્ણ સ્વસ્થ હોવાની પુષ્ટિ કરી, જેના પછી મનમોહન સિંહને રજા આપીને ઘરે મોકલી દેવામાં આવ્યા.
આપને જણાવી દઈએ કે, મનમોહન સિંહને છાતીની ફરિયાદ બાદ રવિવારે રાત્રે દિલ્હીની ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ (એઈમ્સ) હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સોમવારે એઈમ્સને ટાંકતા કોંગ્રેસે કહ્યું કે, પૂર્વ વડા પ્રધાનની હાલત સ્થિત છે પરંતુ તાવનાં કારણને શોધવા માટે તપાસ કરવામાં આવી રહી છે, હાલમાં તેમની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે. ડૉક્ટર્સની એક ટીમ તેમની દેખરેખ હેઠળ રોકાયેલા હતા.
સુત્રોનાં જણાવ્યા અનુસાર, નવી દવાનાં કારણે રિએક્સન અને તાવ પછી એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને દિલ્હીનાં એઈમ્સનાં કાર્ડિયો થોરાસિક વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં ડૉક્ટરે તેમની સારવાર કરી હતી. તેમના ઠીક થયા બાદ તેમને આખી રાત નિરીક્ષણ હેઠળ હોસ્પિટલમાં રાખવામાં આવ્યા હતા. રાજસ્થાનનાં રાજ્યસભાનાં સભ્ય મનમોહન સિંહને રવિવારે સવારે 8.45 વાગ્યે એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. સોમવારે, તેમની વિવિધ રીતે તપાસ કરવામાં આવી છે, જે તમામ રિપોર્ટ નોર્મલ આવી છે. સાવચેતીનાં ભાગ રૂપે તેમનો કોવિડ-19 નો ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો જે રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો હતો.
Former Prime Minister Dr Manmohan Singh has been discharged from AIIMS, Delhi on medical advice: AIIMS official pic.twitter.com/hcJSbGDVrT
— ANI (@ANI) May 12, 2020
નોંધપાત્ર વાત એ છે કે કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા અને પૂર્વ નાણાં પ્રધાન મનમોહન સિંહે ભારતનાં 13 માં વડા પ્રધાન તરીકે કાર્ય કર્યું છે. તેમનો કાર્યકાળ 2005 થી 2014 સુધી ચાલ્યો હતો, 87 વર્ષીય મનમોહન સિંહ કોરોના સંકટમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા રચાયેલી સૂચન ટીમનાં પ્રમુખ પણ છે. તેમણે મોદી સરકારને સમયાંતરે કોરોના વાયરસનો સામનો કરવા સૂચન કર્યું છે. પૂર્વ વડા પ્રધાનને હોસ્પિટલમાં દાખલ કર્યાનાં સમાચાર આવ્યા ત્યારથી જ સોશિયલ મીડિયા પર લોકો તેમની ઝડપથી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી રહ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
