Amreli News/ ડામરથી લઈને રી-કાર્પેટ રોડમાં હલકી ગુણવત્તાનો આરોપ, અમરેલીમાં ભાજપના નેતાએ ખોલી પોલ

થોડા ઈંચ વરસાદમાં જ રાજ્યભરના રોડ પર ખાડાથી લઈને રસ્તો ધોવાઇ જતા હોય છે

Gujarat Others

Amreli News : ગુજરાતનો વિકાસ દર ચોમાસામાં રોડ ઉપર ચીસો પાડતો દેખાય છે. થોડા ઈંચ વરસાદમાં જ રાજ્યભરના રોડ પર ખાડાથી લઈને રસ્તો ધોવાઇ જતા હોય છે.. અનેક લોકો આ રસ્તા પર પડતા ભૂવાના કારણે પોતાનો જીવ પણ ગુમાવે છે.

સામાન્ય લોકો અને વિપક્ષ તો આ મુદ્દે અવાર-નવાર ફરિયાદ કરતા રહે છે પણ ભાજપના નેતાઓ તો જાણે ‘સબ ચંગા’વાળી ધૂનમાં જ જોવા મળે છે. જોકે, હવે તો આ નેશનલ અને સ્ટેટ હાઇવેની કથળતી સ્થિતિના કારણે ભાજપના નેતાઓ પણ પોતાના જ પક્ષ સામે સવાલ કરતા થઈ ગયા છે.

હકીકતમાં બિસ્માર રોડ સદર્ભે ભાજપ કિસાન મોરચાના મહામંત્રી હિરેન હિરપરાએ સરકારને ફરિયાદ કરી છે ઉપરાંત ભ્રષ્ટાચારના આરોપ પણ લગાવ્યા છે. હિરેન હિરપરાએ સરકારને ખરાબ રસ્તા વિશે વાત કરતા પોતાની જ પાર્ટી પર ભ્રષ્ટાચારના આરોપો મુક્યા હતા.અમરેલી જિલ્લામાં આવેલા નેશનલ હાઇવે અતિ ખરાબ સ્થિતીમાંછે, એમ તેમણે કહ્યું હતું.. નવાઈની વાત એ છે કે આ જિલ્લામાં બનતા રી-કાર્પેટ રોડ કે નવા ડામર રોડમાં કાયમી ગુણવત્તાનો અભાવ રહ્યો છે. પ્રજાને રોડ-રસ્તા બાબતે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર કાળી કમાણી કરીને પરેશાન કરે છે.

જિલ્લા પંચાયત માર્ગ-મકાન વિભાગના અને અમરેલી જિલ્લામાં આવેલા સ્ટેટ હાઇવેના નવા બનતા રોડ કે રી-કાર્પેટ ડામરના સેમ્પલ થર્ડ પાર્ટી કે ગેરી લેબમાં ફેઇલ થયા હોય તેવો કોઈ દાખલો બન્યો નથી.વધુમાં તેમણે કહ્યું કે, ગેરંટી સમયમાં રહેલા રોડ કોન્ટ્રાક્ટરના ખર્ચે રિપેરિંગ થયા હોય તેવા દાખલાઓ જનતાની જાણમાં નથી. નબળા કામને લઈને કોઈ એજન્સીને દંડ થયો હોય અને વસુલાત થઈ હોય તેવા દાખલા નહિવત છે.

તે સિવાય કોઈની સામે પોલીસ ફરિયાદ થઈ હોય તેવા દાખલા પણ ધ્યાને આવતા નથી. અમરેલીમાં રેતીની લિઝ ન હોવા છતાં પણ સરકારી બાંધકામ બંધ રહ્યું નથી. ગેરકાયદે રેતીનો ઉપયોગ કરી બહારની રેતીના લીઝના પાસ રજૂ કરવામાં આવે છે, જે સૌથી મોટું કૌભાંડ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાતના શિક્ષણ જગતમાં ચોંકાવનારું કૌભાંડ: એલન ઇન્સ્ટિટ્યૂટની શાળાઓ સાથે ગુપ્ત સાંઠગાંઠ

આ પણ વાંચો:રાજ્યમાં વરસાદી પાણીનો મહત્તમ સંગ્રહ-જળસંચય થાય તે માટે સરકાર સંકલ્પબદ્ધ: મુકેશ પટેલ

આ પણ વાંચો:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા અમદાવાદમાં ઓલ ગુજરાત કેટરર્સ એસોસિએશન(AGCA) એક્સપો-2025નું ઉદ્ઘાટન