Ahmedabad New: ગુજરાતમાં શિક્ષણના નામે ચાલતા કૌભાંડનો મંતવ્ય ન્યૂઝના સ્ટિંગ ઓપરેશનથી પર્દાફાશ થયા બાદ સોશિયલ મીડિયા પર જન આક્રોશની લહેર ફેલાઈ છે. એલન અને આકાશ ઇન્સ્ટિટ્યૂટની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ, જેમાં ડમી એડમિશન અને સ્કૂલો સાથેની સાંઠગાંઠનો સમાવેશ થાય છે, તેની સામે વાલીઓ અને જનતાએ રોષ વ્યક્ત કર્યો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર લોકોની એક જ માગ છે, “એલન-આકાશને જેલ હવાલે કરો!”
મંતવ્ય ન્યૂઝના ખુલાસા બાદ સોશિયલ મીડિયા પર લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો છે. કોમેન્ટ્સમાં વાલીઓ અને વિદ્યાર્થીઓએ આકાશ અને એલનની શિક્ષણની આડમાં ચાલતી લૂંટને “ધંધો” ગણાવીને ટીકા કરી છે.
મંતવ્ય ન્યૂઝના સ્ટિંગમાં ખુલાસો થયો છે કે, એલન અને આકાશ ઇન્સ્ટિટ્યૂટ ગાયત્રી, ડિવાઇન લાઈફ જેવી સ્કૂલો સાથે મળીને ડમી એડમિશનનો ધંધો ચલાવે છે. વિદ્યાર્થીઓને સ્કૂલમાં હાજરી આપવાની જગ્યાએ કોચિંગમાં રાખવામાં આવે છે, જ્યારે સ્કૂલો ખોટી હાજરી બતાવીને ફી વસૂલે છે. આ ગેરરીતિઓથી વિદ્યાર્થીઓનું શૈક્ષણિક નુકસાન થઈ રહ્યું છે, અને વાલીઓની લાખો રૂપિયાની લૂંટ થઈ રહી છે.
અમદાવાદની ગાયત્રી સ્કૂલે મંતવ્ય ન્યૂઝની તપાસ દરમિયાન ધમકીઓ આપી, જેને લોકોએ “વિનાશ કાળે વિપરીત બુદ્ધિ” ગણાવી. સ્કૂલના સ્ટાફની આ દાદાગીરીએ કૌભાંડની ગંભીરતાને વધુ ઉજાગર કરી છે. સોશિયલ મીડિયા પર લોકોએ આ ધમકીઓની સખત ટીકા કરી અને આવી સંસ્થાઓ સામે કડક કાર્યવાહીની માગ કરી.
