કોરોનાની મહામારીએ માઝા મૂકતાં કોરોનાગ્રત દર્દીઓના મોત થઇ રહ્યા છે અને રાજ્યની હાલત ખુબ ગંભીર છે.અમદાવાદમાં કોરોના કેસો ખુબ વધી રહ્યા છે તેને ધ્યાનમાં લઇને અમદાવાદ શહેર અને જિલ્લાના જનસેવા કેન્દ્રો આગામી હુકમ ના થાય ત્યાં સુધી બંધ રાખવામાં આવશે
અમદાવાદ શહેર અને જિલ્લાની મામલતદાર કચેરીઓમાં આવેલા તથા જિલ્લા કલેકટર કચેરી માં કાર્યરત જનસેવા કેન્દ્રો અન્ય હુકમ ના થાય ત્યાં સુધી સ્થગિત કરી દેવામાં આવ્યાં છે. અમદાવાદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ હર્ષદ વોરાએ માહિતી આપી હતી.
ઉલ્લેખનીય છે કે આ પહેલા 9 એપ્રિલના પરિપત્રથી જનસેવા કેન્દ્રો 12 એપ્રિલ થી આગામી 23 એપ્રિલ સુધી બંધ રાખવામાં આવશે.તેની મુદત પુરી થઇ રહી છે ત્યારે કોરોનાની સ્થિતિ ખરાબ હોવાથી આગામી હુકમ ના થાય ત્યાં સુધી જનસેવા કેન્દ્રો બંધ રહેશે.
