Gujarat News: ભારે વરસાદના કારણે બનાસકાંઠા (Banaskantha) અને પાટણ (Patan)માં સર્જાયેલ પરિસ્થિતિમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં આરોગ્ય વિભાગ સર્વેલન્સ અને ટ્રીટમેન્ટ માટે સતર્ક બન્યું છે.
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની સૂચનાને પગલે આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને તબીબો બંને જીલ્લામાં રાહત – બચાવ કામગીરીમાં સજ્જ થઇને કામે લાગ્યા છે.
બંને જીલ્લાના ૩૪ જેટલા અસરગ્રસ્ત ગામોમાં આરોગ્ય વિભાગની સ્વાસ્થ્ય સર્વેલન્સ અને સ્ક્રીનીંગની સધન કામગીરી હાથ ધરવામાં આવી છે.

આરોગ્ય વિભાગની 306 ટીમ સર્વેલન્સ અને સારવાર માટે સજ્જ કરવામાં આવી છે.
બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં છેલ્લા બે ત્રણ દિવસથી ભારે વરસાદ (Heavy Rain)ની પરિસ્થિતિ સર્જાય છે . જેમાં અગમચેતીના ભાગરૂપે રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગ દ્વારા સર્વેન્સ અને રાહત બચાવ કામગીરી સુપેરે હાથ ધરવામાં આવી છે.

બનાસકાંઠા અને પાટણ જીલ્લામાં કુલ ત્રણ તાલુકા ના 34 ગામો અસરગ્રસ્ત થયા છે.જેમાં બનાસકાંઠાની 1 લાખ 19 હજાર અને 798 તથા પાટણની 4 હજાર 581 આમ, કુલ 1 લાખ 24 હજાર અને 379 લોકોનું સર્વે કરાયું છે.
સર્જાયેલી તારાજીમાં બચાવ પગલે સરકારનું આરોગ્ય વિભાગ રાહત અને બચાવ કામગીરી માટે દોડી રહ્યું છે.
આરોગ્ય વિભાગની મેડિકલ અને પેરા મેડિકલની 306 ની ટીમને ત્યાં મુકવામાં આવી છે.

આરોગ્ય વિભાગ દ્વારા બનાસકાંઠા અને પાટણ માં ક્લોરિનની ગોળીઓનું અને ORS ના પેકેટ્સનું વિતરણ પણ મોટા જથ્થા માં કરવામાં આવ્યું છે.
વાહકજન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ હઠળ રોગ અટકાવવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે.
જેમાં અસરગ્રસ્ત તાલુકાઓ વાવ, સુઈગામ, સાંતલપુર માં ઘરે ઘરે જઈ તાવ કેસોનું સર્વેલન્સ અને પોરાનાશક કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. સર્વે દરમ્યાન દરેક જગ્યાએ લોહીના નમુના લઈને રોગચાળા વિશે વધુ તપાસ થઈ રહી છે.અને રોગચાળો ન ફેલાય તે માટે પ્રચાર પ્રસારની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે.

વાવ તાલુકા
અસરગ્રસ્ત ગામોમાં 33 ટીમો મારફત ઘરે ઘરે ફરી તાવના કેસોનું સર્વેલન્સ અને પોરાનાશક કામગીરી હાથ ધરવામાં આવી. સર્વે દરમ્યાન 77 લોહીના નમુના લેવામાં આવ્યા.
કુલ 1542 ઘરોની મુલાકાત લઇ તેમાં પોરાનાશક કામગીરી હાથ ધરતાં 26 જગ્યાએ પોરા મળતા તેનો નાશ કરેલ છે. તથા રોગચાળો ન ફેલાય તે માટે પ્રચાર-પ્રસારની કામગીરી હાથ ધરવામાં આવેલ છે.
સુઇગામ તાલુકા
અસરગ્રસ્ત ગામોમાં 29 ટીમો મારફત ઘરે ઘરે ફરી તાવના કેસોનું સર્વેલન્સ અને પોરાનાશક કામગીરી હાથ ધરવામાં આવી. સર્વે દરમ્યાન 69 લોહીના નમુના લેવામાં આવ્યા.
કુલ 1141 ઘરોની મુલાકાત લઇ તેમાં પોરાનાશક કામગીરી હાથ ધરતાં 24 જગ્યાએ પોરા મળતા તેનો નાશ કરેલ છે. તથા રોગચાળો ન ફેલાય તે માટે પ્રચાર-પ્રસારની કામગીરી હાથ ધરવામાં આવેલ છે.
[fvplayer id=”103″]
સાંતલપુર તાલુકા
અસરગ્રસ્ત ગામોમાં 15 ટીમો મારફત ઘરે ઘરે ફરી તાવના કેસોનું સર્વેલન્સ અને પોરાનાશક કામગીરી હાથ ધરવામાં આવી. સર્વે દરમ્યાન 16 લોહીના નમુના લેવામાં આવ્યા.
કુલ 2694 ઘરોની મુલાકાત લઇ તેમાં પોરાનાશક કામગીરી હાથ ધરતાં 113 જગ્યાએ પોરા મળતા તેનો નાશ કરેલ છે. તથા રોગચાળો ન ફેલાય તે માટે પ્રચાર-પ્રસારની કામગીરી હાથ ધરવામાં આવેલ છે.
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની સૂચનાને પગલે ગાંધીનગર ખાતેથી ઉચ્ચ અધિકારીઓની ટીમ બનાસકાંઠા અને પાટણ ખાતે રવાના કરાઇ છે.
તેમજ રાજ્ય એપિડેમિક અધિકારીઓ દ્વારા મુલાકાત લઈ અને વધુ કામગીરી હાથ ધરાશે. જેમાં આણંદ અને મહેસાણાના જિલ્લાના એપિડેમિક અધિકારીને પ્રતિનિયુક્તિ પર મુકવામાં આવેલ છે.
આ પણ વાંચો:ગુજરાતના શિક્ષણ જગતમાં ચોંકાવનારું કૌભાંડ: એલન ઇન્સ્ટિટ્યૂટની શાળાઓ સાથે ગુપ્ત સાંઠગાંઠ

