Ahmedabad News: લીંબડી અમદાવાદ હાઇવે પર કન્ટેનરમાં બ્લાસ્ટમાં થયો છે. કન્ટેનરમાં બ્લાસ્ટ થતાં 2 લોકોના મોત થયા છે. લીંબડીની ઓનેસ્ટ હોટલ નજીક આ ઘટના બની છે. બ્લાસ્ટમાં ડ્રાઇવર અને ક્લીનરનું મોત થયુ છે. ફાયર બ્રિગેડની ટીમ પહોંચે તે પહેલા જ કન્ટેનરમાં બંને યુવકો જીવતા ભુંજાયા છે.
પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. તેણે ઘટનાસ્થળને કવર કરી લીધું છે અને ટ્રાફિક ક્લીયર કર્યો છે. ફાયર બ્રિગેડે પણ બળેલા કન્ટેનરને ખસેડ્યું હતું. આ ઘટનાના પગલે એફએસએલની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આ બ્લાસ્ટમાં બંને યુવાનોના ક્ષતવિક્ષત થઈ ગયેલા અંગો જોતાં તેમની ઓળખ પણ કદાચ ડીએનએ ટેસ્ટથી કરવી પડી તો નવાઈ નહી લાગે.
પોલીસ હાલમાં તો કન્ટેનર કંપનીના માલિકની અને ટ્રાન્સપોર્ટ કંપનીના માલિકની તલાશ આરંભી છે. પોલીસને વિશ્વાસ છે કે તેને તેના પરથી બંને યુવાનોના નામ સરનામા મળી જશે.
આ પણ વાંચો: ચોમાસાની ધમાકેદાર શરૂઆત, સાબરકાંઠા, ઇડર અને હિંમતનગરમાં ખાબક્યો વરસાદ
આ પણ વાંચો: શહેરમાં ચોમાસાના આરંભે જ પાણીજન્ય રોગચાળો વધ્યો
આ પણ વાંચો: GSRTCની વોલ્વો બસમાંથી ઝડપાયો વિદેશી દારૂ, 2 લોકોની કરાઈ ધરપકડ
આ પણ વાંચો: કસ્ટમ સુપરિન્ટેન્ડેન્ટ પ્રીતિ આર્યાની કરાઈ ધરપકડ, ફોન ડિટેઇલમાંથી ખુલશે નવા રહસ્યો
