Mahesana/ દૂધસાગર ડેરી ચૂંટણી મામલે કોંગ્રેસનાં ભાજપ પર શાંબ્દિક પ્રહાર

મહેસાણા ખાતે સી જે ચાવડા, કોંગ્રેસ અગ્રણી જયરાજસિંહ અને સાગર રાયકાએ હાજરી આપી હતી. જ્યા દૂધસાગર ડેરી ચૂંટણીનાં મુદ્દે કોંગ્રેસ અગ્રણી જયરાજસિંહ પરમારે નિવેદન આપ્યું છે…

Gujarat Others

મહેસાણા ખાતે સી જે ચાવડા, કોંગ્રેસ અગ્રણી જયરાજસિંહ અને સાગર રાયકાએ હાજરી આપી હતી. જ્યા દૂધસાગર ડેરી ચૂંટણીનાં મુદ્દે કોંગ્રેસ અગ્રણી જયરાજસિંહ પરમારે નિવેદન આપ્યું છે. તેમણે પોતાના નિવેદનમાં કહ્યુ છે કે, કોંગ્રેસ સત્ય અને અસત્યની લડાઈમાં સત્ય સાથે રહે છે. સરકારની અન્યાય ભરેલી નીતિ વિરુદ્ધ કોંગ્રેસ લડતી આવી છે.

કોંગ્રેસ અગ્રણી જયરાજસિંહ પરમારે આપ્યું નિવેદન

આ સાથે તેમણે સંસ્થાઓ પર હસ્તક્ષેપને લઇને પણ સરકારની ટીકા કરી હતી. તેમણે કહ્યુ કે, તમામ સહકારી સંસ્થાઓમાં સરકાર હસ્તક્ષેપ કરી રહી છે, જો તાકાત હોય તો લોકશાહી પદ્ધતિથી ચૂંટણી લડો તો ખબર પડે. એક બાજુ વિપુલભાઈને જેલમાં પૂરવા છે તો બીજી બાજુ વિપુલભાઈ વિરુદ્ધ અપ્રચાર કરો છો. તેમણે વધુમાં કહ્યુ કે, સાગર દાણ મહારાષ્ટ્રમાં પશુઓ માટે મોકલ્યું હતું, બોગસ કેસ ઉભો કરીને વિપુલ ચૌધરીને પરેશાન કરવામાં આવ્યા છે. 1932 કર્મચારીઓની વાત છે તો કેમ ગણ્યા ગાંઠ્યા કર્મચારીઓનાં નિવેદન મેળવ્યા છે. દમ ભર્યા અવાજ સાથે તેઓ બોલ્યા કે, જે દિવસે શાસન પલટાશે તે દિવસે અત્યારે ખોટું કરનારને જેલની હવા ખાવી પડશે. કોંગ્રેસ અગ્રણીએ કહ્યુ કે, વિપુલ ચૌધરી પોતાના બાપનું નામ ન બગાડે. જે લોકોને સત્તા લેવી છે તે વાહિયાત વાત ફેલાવી રહ્યા છે. પરંતુ તમામ સમાજ વિપુલ ચૌધરી સાથે છે. તેમણે વધુમાં કહ્યુ કે, ગમે તે કરશો પણ પહોંચી શકશો નહી. 5 તારીખનાં રોજ વિપુલ ચૌધરીનું જ શાસન આવશે.

કોંગ્રેસ અગ્રણી સાગર રાયકાએ આપ્યું નિવેદન

મહેસાણામાં દૂધસાગર ડેરીની ચૂંટણીનાં મુદ્દે કોંગ્રેસ અગ્રણી સાગર રાયકાએ નિવેદન આપ્યું છે. જેમા તેમણે કહ્યુ કે, ભાજપ જે હદે ગઈ છે તે ખોટું છે. તેમણે એક વિશ્વાસ સાથે કહ્યુ કે, 5 તારીખે વિપુલ ચૌધરી જીતશે તેમાં કોઈ બે મત નથી. વિપુલ ચૌધરી જીતે તે માટે અમે રાત દિવસ મહેનત કરી રહ્યા છીએ.

મહેસાણા ખાતે સી.જે. ચાવડાનું નિવેદન

મહેસાણામાં સી. જે ચાવડાએ વિપુલ ચૌધરીનાં સમર્થનમાં પોતાની વાતને રાખી હતી. તેમણે કહ્યુ કે, વિપુલ ચૌધરી સાથે ખોટું થઈ રહ્યું છે. ગુજરાતમાં એક ટીમ સહકારી સંસ્થા હડપ કરવા એક્ટિવ બની છે. ચૂંટણી આવે એટલે સહકારી અગ્રણીઓને ફસાવવા ખોટી ફાઇલ ખોલવામાં આવે છે. તેમણે કહ્યુ કે, કોંગ્રેસ આવી નીતિનો વિરોધ કરે છે અને અમે વિપુલ ચૌધરી સાથે છીએ.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…