Gujarat News/ સોશિયલ મીડિયાની અફવા સામે DyCM હર્ષ સંઘવીનું કડક વલણ, ભ્રામક પોસ્ટ કરનાર સામે FIR

Harsh Sanghavi Action: સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓ અને ભ્રામક માહિતીને લઈને રાજ્ય સરકાર હવે એક્શન મોડમાં આવી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ભ્રામક માહિતી ફેલાવનારાઓ સામે કડક પગલાં લેવા સૂચના આપી છે.

Top Stories Gujarat
Harsh Sanghavi Action: સોશિયલ મીડિયાની અફવાઓ સામે DyCMનું કડક વલણ

Gujarat News: સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓ અને ભ્રામક માહિતીને લઈને રાજ્ય સરકાર હવે એક્શન મોડમાં આવી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ભ્રામક (Harsh Sanghavi Action) માહિતી ફેલાવનારાઓ સામે કડક પગલાં લેવા સૂચના આપી છે. સોશિયલ મીડિયા પર કોઈપણ માહિતીની ખરાઈ કર્યા વગર તેને વાયરલ કરનારા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

Harsh Sanghavi Action: ભ્રામક પોસ્ટ સામે FIR

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અંગે કથિત ખોટી માહિતી પોસ્ટ કરવાના મામલે X યુઝર સામે ગુનો (Social Media Rumours) નોંધ્યો છે. પોસ્ટમાં હર્ષ સંઘવીને મુખ્યમંત્રી બનાવવામાં આવશે અને ભૂપેન્દ્ર પટેલને રાજ્યપાલ બનાવવામાં આવશે એવો દાવો કરવામાં આવ્યો હતો.

સોશિયલ મીડિયામાં ખોટી કે ભ્રામક માહિતી ફેલાવીને લોકોમાં ગેરસમજ, ભય કે ગભરાટ ઉભો કરનારાઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સરકાર અને પોલીસ દ્વારા લોકોને પણ અપીલ કરવામાં આવી છે કે કોઈપણ અપ્રમાણિત મેસેજ કે પોસ્ટને ચકાસ્યા વગર શેર ન કરે.

હવે કડક એક્શનનો દૌર

સોશિયલ મીડિયામાં અફવાઓ ફેલાવનારાઓ સામે હવે FIR સહિતની કાર્યવાહીનો દૌર શરૂ થયો છે. તંત્રનું સ્પષ્ટ વલણ છે કે અભિવ્યક્તિની આડમાં ભ્રામક માહિતી ફેલાવીને લોકોમાં ગેરસમજ ઉભી કરનારાઓને બક્ષવામાં નહીં આવે.


આ પણ વાંચો: ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસમાં મોટો ફેરફાર, 8થી 9 જિલ્લા-શહેર પ્રમુખો બદલાશે?

આ પણ વાંચો: ‘મને હાથ કેમ કર્યો?’ કહી ભડક્યો રીક્ષા ચાલક, TRB જવાનને માર્યો; વચ્ચે પડેલા પોલીસકર્મીને પણ પાડ્યા

આ પણ વાંચો: ‘મારી પત્નીને તારું ઘર કેમ ભાડે આપ્યું?’ કહી ભડક્યો પતિ, પતિ સહિત 5 શખ્સોએ આધેડને ઢોર માર્યો