Ahmedabad News: અમદાવાદ શહેરના વિક્ટોરિયા ગાર્ડન (Victoria Garden Ahmedabad)પાસે ટ્રાફિક સિગ્નલ તોડીને રીક્ષા હંકારી રહેલા ચાલકને રોકવાનો પ્રયાસ કરતાં TRB જવાન સાથે મારામારી (TRB Jawan Attack) થઈ હોવાની ઘટના સામે આવી છે. આરોપ છે કે રીક્ષા ચાલકે TRB જવાન સાથે ઝઘડો કર્યા બાદ મારામારી કરી હતી. મામલો વણસતાં વચ્ચે પડેલા પોલીસકર્મીને પણ ધક્કો મારી નીચે પાડી દેવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનાને પગલે પોલીસે રીક્ષા ચાલકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
સિગ્નલ તોડીને રીક્ષા હંકારી
મળતી માહિતી મુજબ, વિક્ટોરિયા ગાર્ડન પાસે ટ્રાફિક સિગ્નલ પર TRB જવાન ફરજ બજાવી રહ્યા હતા. આ દરમિયાન સિગ્નલ બંધ હોવા છતાં એક રીક્ષા ચાલક ઝડપથી (Auto Rickshaw Driver) રીક્ષા લઈને પસાર થવા લાગ્યો હતો. TRB જવાને નિયમભંગ બદલ રીક્ષા રોકવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન રીક્ષા TRB જવાનના હાથ સાથે અથડાઈ હતી અને રીક્ષાનો કાચ તૂટી ગયો હતો.
TRB Jawan Attack: ‘મને હાથ કેમ કર્યો?’ કહી બોલાચાલી
રીક્ષાનો કાચ તૂટી જતાં ચાલક ઉશ્કેરાઈ ગયો હતો. આરોપી રીક્ષા ચાલક જીગર સોલંકીએ TRB જવાન સાથે ‘મને હાથ કેમ કર્યો?’ કહીને બોલાચાલી શરૂ કરી હતી. બોલાચાલી બાદ મામલો મારામારી સુધી પહોંચ્યો હતો અને રીક્ષા ચાલકે TRB જવાન સાથે મારામારી કરી હોવાનો આક્ષેપ છે.
વચ્ચે પડેલા પોલીસકર્મીને ધક્કો માર્યો
TRB જવાન અને રીક્ષા ચાલક વચ્ચેની ઝપાઝપી જોઈને ત્યાં ફરજ પર હાજર પોલીસકર્મી મનોજભાઈ વચ્ચે પડ્યા હતા. જોકે, આરોપીએ તેમની સાથે પણ ઝઘડો કર્યો હતો. ફરિયાદ મુજબ, રીક્ષા ચાલકે પોલીસકર્મીને જોરદાર ધક્કો મારતાં તેઓ નીચે પટકાઈ પડ્યા હતા. ઘટનાથી આસપાસના વિસ્તારમાં થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
મામલો ગંભીર બનતાં આસપાસ ફરજ પર હાજર અન્ય પોલીસકર્મીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તેમણે વચ્ચે પડીને રીક્ષા ચાલકને કાબૂમાં લીધો હતો અને તેની સ્થળ પરથી જ અટકાયત કરી હતી. પોલીસ તેને વધુ પૂછપરછ માટે પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી.
સરકારી ફરજમાં અડચણ સહિતની કલમો હેઠળ કાર્યવાહી
પોલીસ તપાસમાં આરોપીની ઓળખ જીગર સોલંકી તરીકે થઈ છે. તે અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં રહેતો હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે ઈ-ટ્રાફિક પોલીસે સરકારી ફરજમાં અડચણ (Traffic Signal Violation) ઊભી કરવા, મારામારી સહિતની લાગુ પડતી કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે. પોલીસે સમગ્ર ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: ‘મારી પત્નીને તારું ઘર કેમ ભાડે આપ્યું?’ કહી ભડક્યો પતિ, પતિ સહિત 5 શખ્સોએ આધેડને ઢોર માર્યો
આ પણ વાંચો: અમદાવાદ ‘ભૂતિયા ડિમોલિશન’ મામલે મેયરનું મોટું નિવેદન, મનપાના નામે કાર્યવાહી કરનાર સામે પગલાં
આ પણ વાંચો: ભાયલી સામૂહિક દુષ્કર્મ કેસ: 5 દોષિતો સામે આજે સજાની દલીલો, હવે કોર્ટ શું ચુકાદો આપશે?
