Vadodara News: શહેરના ચકચારી ભાયલી સામૂહિક દુષ્કર્મ કેસમાં દોષિત ઠરેલા (Vadodara Bhayli Gangrape Case) પાંચેય આરોપીઓને હવે 31 ઓગસ્ટે કોર્ટ સજા સંભળાવશે. આજે સજાના મુદ્દે કોર્ટમાં દલીલો થઈ હતી, જેમાં સરકારી વકીલે દોષિતોને કડકમાં કડક સજા કરવાની રજૂઆત કરી હતી.સજાની કાર્યવાહી દરમિયાન પાંચેય દોષિતોને વીડિયો કોન્ફરન્સ મારફતે કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. સરકારી પક્ષે કેસની ગંભીરતા અને ગુનાની પ્રકૃતિને ધ્યાનમાં રાખીને સખત સજાની માગ કરી હતી.
ભાયલી વિસ્તારમાં 2024માં બનેલા ચકચારી સામૂહિક દુષ્કર્મ કેસમાં (Vadodara Bhayli Gangrape Case) પાંચેય આરોપીઓને દોષિત ઠેરવ્યા બાદ આજે, 25 ઓગસ્ટ 2026ના રોજ, વડોદરાની વિશેષ પોક્સો કોર્ટમાં સજાના મુદ્દે દલીલો થશે. ત્યારબાદ કોર્ટ પાંચેય દોષિતોને સજા સંભળાવશે. આ કેસમાં આરોપીઓને કાયદા હેઠળ ગંભીર સજા થઈ શકે છે. આ કેસમાં 20 ઓગસ્ટ 2026ના રોજ કોર્ટે પાંચેય આરોપીઓને કસૂરવાર ઠેરવ્યા હતા. લગભગ 22 મહિના સુધી ચાલેલી કાનૂની કાર્યવાહી બાદ હવે કેસ સજાના તબક્કે પહોંચ્યો છે.સજાના મુદ્દે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે હવે 31 ઓગસ્ટના રોજ પાંચેય દોષિતોને સજા સંભળાવવાનો નિર્ણય કર્યો છે. આ સાથે ભાયલી સામૂહિક દુષ્કર્મ કેસમાં લાંબી કાનૂની કાર્યવાહી હવે સજાના તબક્કે પહોંચી છે.
ગરબા બાદ ભાયલીના નિર્જન વિસ્તારમાં બની હતી ઘટના
4 ઓક્ટોબર 2024ના રોજ નવરાત્રિના બીજા નોરતાની રાત્રે 16 વર્ષીય સગીરા પોતાના મિત્ર સાથે ગરબા રમવા માટે બહાર ગઈ હતી. ત્યારબાદ બંને ભાયલી વિસ્તારના એક નિર્જન સ્થળે બેઠા હતા. આ દરમિયાન બે બાઇક પર પાંચ શખ્સો ત્યાં પહોંચ્યા હતા. આરોપીઓએ બંનેને ધમકાવી તેમની પાસેથી મોબાઇલ અને અન્ય વસ્તુઓ લઈ લીધી હતી. ત્યારબાદ સગીરા સાથે ગંભીર અપરાધ આચરવામાં (Bhayli Gangrape Verdict) આવ્યો હતો. ઘટના બાદ સગીરા અને તેનો મિત્ર તાલુકા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને સમગ્ર બનાવની જાણ પોલીસને કરી હતી. ફરિયાદ મળતાં જ પોલીસે તપાસ શરૂ કરી હતી.
Vadodara Bhayli Gangrape Case: પાંચ આરોપીઓ સામે કાર્યવાહી
પોલીસ તપાસમાં મુન્ના અબ્બાસ બનજારા, મુમતાઝ ઉર્ફે આફતાબ બનજારા, શાહરૂખ બનજારા, સૈફઅલી બનજારા અને અજમલ સત્તારનાં નામ સામે આવ્યા હતા. તપાસ દરમિયાન પોલીસે પાંચેય આરોપીઓને ઝડપી લીધા હતા. આરોપીઓ મૂળ ઉત્તર પ્રદેશના હોવાનું અને વડોદરામાં મજૂરી તથા POP-કલર કામ કરતા હોવાનું તપાસમાં સામે આવ્યું હતું.
1100થી વધુ CCTV અને 45 કિમીના રૂટની તપાસ
ઘટનાસ્થળ નિર્જન હોવાથી ત્યાં સીધા CCTV ફૂટેજ ઉપલબ્ધ નહોતા. જેના કારણે આરોપીઓ સુધી પહોંચવા માટે પોલીસે ટેકનિકલ સર્વેલન્સનો સહારો લીધો હતો. પોલીસે ઘટનાસ્થળથી આરોપીઓના સંભવિત રૂટ સુધી આશરે 45 કિલોમીટરના વિસ્તારમાં 1,100થી વધુ CCTV કેમેરાના ફૂટેજ તપાસ્યા હતા. આ ઉપરાંત આશરે 200થી વધુ પોલીસકર્મીઓની ટીમોએ તપાસ હાથ ધરી હતી અને ઘટનાસ્થળની આસપાસના વિસ્તારમાં પણ સઘન તપાસ કરવામાં આવી હતી.
સગીરાના ફોન પર આવેલા કોલથી મળી મહત્વની કડી
તપાસ દરમિયાન સગીરાનો મોબાઇલ આરોપીઓ સાથે હોવાની માહિતી મહત્વપૂર્ણ બની હતી. પરિવારજનો દ્વારા રાત્રે ફોન કરવામાં આવ્યો ત્યારે આરોપીઓમાંથી કોઈએ ભૂલથી થોડા સમય માટે ફોન રિસીવ કર્યો હતો. આ દરમિયાન ફોનના બેકગ્રાઉન્ડમાં સંભળાયેલા અવાજ અને ટેકનિકલ લોકેશનને આધારે પોલીસે તપાસ આગળ વધારી હતી. ત્યારબાદ CCTV અને ટાવર ડમ્પ ડેટાના વિશ્લેષણથી શંકાસ્પદ મોબાઇલ નંબર અને તેમની હિલચાલને ઘટનાસ્થળ તથા સંભવિત રૂટ સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પોલીસે અનેક મોબાઇલ લોકેશનની તપાસ કર્યા બાદ મુન્ના બનજારા સુધી પહોંચવામાં સફળતા મેળવી હતી. તેની પૂછપરછ બાદ અન્ય આરોપીઓ સુધી પણ પોલીસ પહોંચી હતી.
48 કલાકમાં પાંચેય આરોપીઓ ઝડપાયા
પોલીસે ઘટનાના આશરે 48 કલાકમાં પાંચેય આરોપીઓને ઝડપી લીધા હતા. ત્યારબાદ તપાસનો મુખ્ય પડકાર આરોપીઓ સામે કોર્ટમાં ગુનો પુરવાર કરવાનો હતો. પોલીસ અને SIT દ્વારા પીડિતા તથા તેના મિત્રના નિવેદનો ઉપરાંત CCTV ફૂટેજ, મેડિકલ પુરાવા, FSL રિપોર્ટ અને અન્ય વૈજ્ઞાનિક પુરાવા એકત્ર કરવામાં આવ્યા હતા.
17 દિવસમાં 6 હજાર પાનાની ચાર્જશીટ
કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે તપાસ ઝડપથી પૂર્ણ કરી હતી. ઘટનાના માત્ર 17 દિવસમાં આશરે 6,000 પાનાની ચાર્જશીટ વિશેષ પોક્સો કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી.ચાર્જશીટમાં આશરે 100 સાક્ષીઓના નિવેદનો, મેડિકલ અને FSL રિપોર્ટ, DNA સંબંધિત પુરાવા, CCTV ફૂટેજ તથા અન્ય દસ્તાવેજી પુરાવાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
કોર્ટમાં ટ્રાયલ દરમિયાન પ્રોસિક્યુશન તરફથી 45 સાક્ષીઓની તપાસ કરવામાં આવી હતી. સરકારી પક્ષે વિવિધ દસ્તાવેજી, વૈજ્ઞાનિક અને મેડિકલ પુરાવા રજૂ કર્યા હતા. સરકારી વકીલ નયન સુખડવાલાના જણાવ્યા મુજબ, કેસમાં સાંયોગિક પુરાવાની કડીઓને શંકાથી પર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવી હતી. પ્રોસિક્યુશનના જણાવ્યા મુજબ, ઘટનાક્રમ સાથે જોડાયેલા વિવિધ પુરાવાઓને આધારે પાંચેય આરોપીઓ સામેનો કેસ સાબિત કરવામાં આવ્યો હતો.
મોબાઇલ નદીમાં ફેંક્યાનો પણ આરોપ
સરકારી પક્ષના જણાવ્યા મુજબ ઘટનાના સમયે સગીરાનો મોબાઇલ પણ લઈ લેવામાં આવ્યો હતો. બાદમાં પુરાવાનો નાશ કરવાના હેતુથી મોબાઇલ વિશ્વામિત્રી નદીમાં ફેંકવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.મોબાઇલ શોધવા માટે ફાયર બ્રિગેડ દ્વારા હાથ ધરાયેલી કામગીરી, અધિકારીઓની જુબાની તથા અન્ય મેડિકલ અને વૈજ્ઞાનિક પુરાવાઓ પણ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા.
20 ઓગસ્ટે પાંચેય આરોપીઓ દોષિત ઠર્યા
લાંબી કાનૂની પ્રક્રિયા બાદ 20 ઓગસ્ટ 2026ના રોજ વડોદરાની વિશેષ પોક્સો કોર્ટે પાંચેય આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા. હવે આજે સજાના મુદ્દે બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ કોર્ટ પાંચેય દોષિતોને કેટલી સજા આપવી તે અંગે નિર્ણય કરશે. સજાની ચોક્કસ અવધિ અંગે અંતિમ નિર્ણય કોર્ટના (Gangrape Case Verdict) આદેશ બાદ જ સ્પષ્ટ થશે.
આજે કોર્ટના નિર્ણય પર સૌની નજર
ભાયલી સામૂહિક દુષ્કર્મ કેસમાં તપાસથી લઈને ચાર્જશીટ અને ટ્રાયલ સુધીની સમગ્ર કાર્યવાહી પર (Vadodara POCSO Court) રાજ્યભરમાં નજર રહી હતી. હવે પાંચેય આરોપીઓ દોષિત ઠર્યા બાદ 25 ઓગસ્ટે સજાના નિર્ણય તરફ સૌનું ધ્યાન કેન્દ્રિત થયું છે. કોર્ટ આજે સજાના મુદ્દે દલીલો સાંભળ્યા બાદ પોતાનો નિર્ણય જાહેર કરશે.
આ પણ વાંચો: વડોદરાના ભાયલી દુષ્કર્મ કેસમાં આરોપીઓ એક ફોન કોલને કારણે ઝડપાઈ ગયા
આ પણ વાંચો: ભાયલી ગેંગરેપ કેસમાં પાંચેય આરોપી દોષિત: પોક્સો કોર્ટે 25 ઓગસ્ટે સજા સંભળાવશે
આ પણ વાંચો: વડોદરા ભાયલી સામૂહિક દુષ્કર્મ, મુખ્ય આરોપી મુન્નાનો જ વાંક હોવાનું સહઆરોપીએ જણાવ્યું
