Ahmedabad News: શહેરના સરખેજ વિસ્તારમાં ઝોન-7 લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)એ મોટી કાર્યવાહી કરીને આશરે રૂ. 1.82 કરોડ કિંમતની એમ્બરગ્રીસ (Ahmedabad Ambergris Case) સાથે ત્રણ યુવકોની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ત્રણેય યુવકો ઉચ્ચ શિક્ષણ મેળવી રહ્યા છે અને તેઓ આ દુર્લભ પદાર્થ વેચવા માટે ગ્રાહકની રાહ જોઈ રહ્યા હતા.
બાતમીના આધારે પોલીસે કરી કાર્યવાહી
ઝોન-7 LCBની ટીમને બાતમી મળી હતી કે સરખેજ એસ.પી. રિંગ રોડ પર સનાથલ બ્રિજ નીચે કેટલાક યુવકો શંકાસ્પદ રીતે ઉભા છે. પોલીસ સ્થળ પર પહોંચી ત્રણેય યુવકોને અટકાવી તેમની તપાસ કરતા બેગમાંથી 1.82 કિલોગ્રામ એમ્બરગ્રીસ (Ahmedabad Ambergris Case) મળી આવી હતી, જેની અંદાજિત બજાર કિંમત રૂ. 1.82 કરોડ હોવાનું પોલીસનું કહેવું છે. ત્રણેય આરોપીઓ માલ વેચે તે પહેલાં જ પોલીસે તેમને ઝડપી લીધા હતા.
Ahmedabad Ambergris Case: કોણ છે પકડાયેલા આરોપીઓ?
પોલીસના જણાવ્યા મુજબ ધરપકડ કરાયેલા યુવકોમાં વિશ્વરાજસિંહ ચુડાસમા – LLBનો વિદ્યાર્થી,દર્શન સાબડ – BA (થર્ડ યર)નો વિદ્યાર્થી અને વીરપાલસિંહ રાઠોડ – B.Comનો વિદ્યાર્થી અને ચાંદખેડામાં પાન પાર્લર ચલાવે છે. ત્રણેય એકબીજાના પરિચિત હોવાનું અને સાથે મળીને આ જથ્થો વેચવાનો પ્રયાસ કરી રહ્યા હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
મોરબીના વ્યક્તિ પાસેથી મળ્યો જથ્થો
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે દર્શન સાબડના ખેતરમાં કામ કરતા એક મજૂરના માધ્યમથી તેઓ મોરબીના હસમુખ પટેલના સંપર્કમાં આવ્યા હતા. હસમુખ પટેલે તેમને આ એમ્બરગ્રીસ (Ahmedabad Ambergris Case) વેચવા માટે આપ્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.પોલીસના જણાવ્યા મુજબ, આરોપીઓએ ઝડપથી વધુ પૈસા કમાવવાના હેતુથી આ સોદામાં પ્રવેશ કર્યો હતો.
મુખ્ય સૂત્રધારની શોધખોળ ચાલુ
હાલ પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરીને વધુ પૂછપરછ શરૂ કરી છે. કેસમાં મુખ્ય સૂત્રધાર ગણાતા હસમુખ પટેલની શોધખોળ ચાલી રહી છે. પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે આ ગેરકાયદેસર વેપાર સાથે અન્ય લોકો પણ સંકળાયેલા છે કે નહીં.
એમ્બરગ્રીસ શું છે?
એમ્બરગ્રીસ (Ahmedabad Ambergris Case) એ સ્પર્મ વ્હેલના પાચનતંત્રમાંથી બનતો દુર્લભ મીણ જેવો પદાર્થ છે. સમય જતાં તે દરિયાના પાણી અને સૂર્યપ્રકાશના સંપર્કમાં આવી સુગંધિત બને છે. વિશ્વભરમાં મોંઘા પરફ્યુમના ઉત્પાદનમાં તેનો ઉપયોગ થતો હોવાથી તેને “Floating Gold” (તરતું સોનું) પણ કહેવામાં આવે છે.ભારતમાં વ્હેલ સંરક્ષિત પ્રજાતિ હોવાથી એમ્બરગ્રીસનું ગેરકાયદેસર વેચાણ અને વેપાર વન્યજીવ સંરક્ષણ કાયદા હેઠળ ગુનો ગણાય છે.
આ પણ વાંચો:સરખેજમાંથી 8.70 કરોડની કિંમતની વ્હેલ માછલીની ઉલ્ટી (એમ્બરગ્રીસ) સાથે 4 શખ્સો ઝડપાયા
આ પણ વાંચો: વ્હેલ માછલીની ઉલટી સાથે SOGએ એક ઇસમની ધરપકડ કરી
આ પણ વાંચો:કેમ કરોડોમાં વેચાય છે ‘વ્હેલ વોમિટ’, ભારતમાં છે પ્રતિબંધ
