Not Set/ રાજ્યમાં ઘટતો કોરોનાનો કહેર, 6 લોકોના મોત સાથે નોધાયાં 405 નવા કેસ

રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લાં 24 કલાકમાં 405 નવા કોરોના કેસ સામે આવ્યા છે. જે સાથે રાજ્યમાં કુલ કેસનો આંકડો 8,20,236 ઉપર પહોચ્યો છે. 

Top Stories Gujarat

રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લાં 24 કલાકમાં 405 નવા કોરોના કેસ સામે આવ્યા છે. જે સાથે રાજ્યમાં કુલ કેસનો આંકડો 8,20,236 ઉપર પહોચ્યો છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 6 લોકોનાં મૃત્યુ થયા છે. જે સાથે રાજ્યમાં 10003 કુલ લોકો ના મોત થયા છે. રાજ્યમાં આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 1,106 છે. ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 8,01,181 છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 9,542 છે.