Covid-19 Update/ કોરોનાની ગતિમાં ઘટાડો, મોતના આંકડામાં મસમોટો વધારો

આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 16,608 કેસ નોધાયા છે. અમદાવાદમાં સૌથી વધુ 5303 કેસ નોધાયા છે. જયારે સૌથી વધુ મોત પણ અમદાવાદ ખાતે નોધાયા છે. અમદાવાદમાં સૌથી વધુ 10 દર્દીના મોત નોધાયા છે. 

Top Stories Gujarat
કોરોનાની ગતિ માં ઘટાડો, મોતના આંકડામાં મસમોટો વધારો

ગુજરાત રાજ્યમાં કોરોના કેસમાં મોટો ઊછળ જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યમાં કોરોના કેસમાં સ્થીત્રતા જોવા મળી રહી છે.તો કોરોનાથી થતા મોતના આંકડામાં મોટો ઉછાળ જોવા મળી રહ્યો છે. રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુંસાર રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો નોધાયો છે.  રાજ્યમાં કોરોનાથી આજે 28 દર્દીઓના મોત નોધાયા છે.

આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 16,608 કેસ નોધાયા છે. અમદાવાદમાં સૌથી વધુ 5303 કેસ નોધાયા છે. જયારે સૌથી વધુ મોત પણ અમદાવાદ ખાતે નોધાયા છે. અમદાવાદમાં સૌથી વધુ 10 દર્દીના મોત નોધાયા છે.

આજે ત્રીજી લહેરના સૌથી વધુ 28 મોત આજે કોરોનાના લીધે થયા છે. તેમાં સૌથી અમદાવાદમાં 10 મોત, વડોદરામાં 2 , સુરતમાં 5,, ભાવનગરમાં 1, નવસારી 1, મહેસાણમાં 1, ખેડા 1 તો જામગનગરમાં 2, પંચમહાલમાં 2 તો દ્વારકા, બોટાદ અને ખેડા પણ એક એક દર્દીએ કોરોનાના કારણે દમ તોડ્યો છે.

જયારે વડોદરામાં 3041, સુરતમાં 1004 કેસ, રાજકોટમાં 1376, ગાંધીનગરમાં 309 કેસ, નોધાયા છે. 

છેલ્લા 24 કલાકમાં 17467 લોકો ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.  રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 1,35,148 છે.  રાજ્યમાં કુલ કેસનો આંકડો 1102231 ઉપર પહોચ્યો છે.  રાજ્યમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 9,48,405 છે.

President Kovind Speech / પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ કોવિંદનું દેશને સંબોધન, જાણો તેમણે શું કહ્યું